શૂઝના પાછળના ભાગમાં આ પટ્ટી કેમ હોય છે ? 99 ટકા લોકો આનો ઉપયોગ નથી જાણતા
તમારા શૂઝ પાછળ એક પટ્ટી હોય છે. પરંતુ આનો તમે ક્યારેય ઉપયોગ પણ કર્યો નહી હોય. તેમજ 99 ટકા લોકોને તો આના સાચા ઉપયોગ વિશે જાણ નહી હોય. કારણ જાણશો તો આજથી ઉપયોગ શરુ કરી દેશો.

તમે જોયું હશે કે, શૂઝની પાછળ એક પટ્ટી હોય છે. જોવામાં નાનકડી લાગતી આ પટ્ટી ખુબ ઉપયોગી છે. પરંતુ શું તમે ક્યારેય આ પટ્ટીનો ઉપયોગ કર્યો છે? પરંતુ તમે ક્યારે વિચાર્યું પણ છે કે, આ પટ્ટીનો ઉપયોગ શું હોય છે. તેમજ આનું કામ શું છે. તો ચાલો આજે આપણે આ પટ્ટીના ઉપયોગ વિશે વિસ્તારથી જાણીએ.

શૂઝની પાછળ જે પટ્ટી હોય છે. તેને પુલ લૂપ (Pull Loop) કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, 19મી સદીમાં અમેરિકામાં આનો ઉપયોગ કરવાનું શરુ થયું હતુ. હવે આ એક ફેશન બની ગઈ છે.

આમ તો આનો ઉપયોગ શૂઝ પહેરવા માટે કરવામાં આવે છે. જેનાથી તમે સરળતાથી શુઝ પહેરી શકો, તમે જોયું હશે કે,બુટ્સમાં વધારે ઉપયોગ થાય છે. જ્યારે તમે શૂઝમાં પગ નાંખો છો તો. તેનાથી સારી રીતે પહેરી શકો. આ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

આનો અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. લોકો પોતાની જરુર મુજબ આનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો શુઝને ટાઈટ બાંધવા માટે કરે છે. આ સ્થિતિમાં શૂ લેસને પાછળથી આગળ બાંધવામાં આવે છે. જો લેસ લાંબી હોય તો કોઈ મુશ્કેલી ન થાય. હંમેશા ટ્રેકિંગ સમયે આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.

આ સિવાય લોકો આને શૂઝ લટકાવવા માટે પણ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમે ક્યાંક મુસાફરી કરી રહ્યા છો અને તમારી બેગમાં પૂરતી જગ્યા નથી, તો લોકો તેનો ઉપયોગ તેમના જૂતાને તેમની બેગ સાથે બાંધવા માટે કરે છે. પર્વતારોહકો ઘણીવાર આ ટ્રિકનો ઉપયોગ કરે છે. (all photo: tv9hindi)
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહી ક્લિક કરો
