AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાખી ફરી વિવાદમાં... અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSIનું અરજદાર સાથે અસભ્ય વર્તન - જુઓ Video

ખાખી ફરી વિવાદમાં… અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSIનું અરજદાર સાથે અસભ્ય વર્તન – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2026 | 4:37 PM
Share

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSI અને અરજદાર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો એક વીડિયો અત્યારે ભારે ચર્ચામાં છે. આ મામલે એક તરફ PSI ના અસભ્ય વર્તનના આક્ષેપ છે, તો બીજી તરફ પોલીસ વડાએ વીડિયો એડિટ કરીને વાયરલ કરાયો હોવાની સ્પષ્ટતા કરી છે.

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSI જયેશ કલોત્રાની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ અરજદારો સાથે અસભ્ય વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આશિષ કોષ્ટી અને બીજા યુવકો જ્યારે કોઈ બાબતની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા, ત્યારે PSIએ પોલીસ સ્ટેશનમાં ગાડી પર બેઠેલા યુવકને ધમકાવી અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો. પોલીસ અધિકારીનું આવું વર્તન વીડિયોમાં કેદ થતા પોલીસ વિભાગની છબી પર સવાલો ઊઠી રહ્યા છે.

એવામાં આ વીડિયો મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાએ મહત્વની સ્પષ્ટતા કરી છે. પોલીસ વડાના જણાવ્યા અનુસાર, આ ઘટના 18 માર્ચે રાત્રે 11 વાગ્યે બની હતી, જ્યારે ‘PSI’ સ્ટાફની હાજરી લઈ રહ્યા હતા. તે સમયે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં એક યુવક કારના બોનેટ પર બેઠો હતો, જેને પોલીસકર્મીએ શાંતિથી નીચે ઉતરવા કહ્યું હતું પરંતુ યુવકે પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.

આ દરમિયાન PSI એ યુવકને ગાડી પરથી નીચે ઉતરી જવા સૂચના આપી હતી, જેની સામે યુવકે પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપી સમગ્ર ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. પોલીસ વડાએ ઉમેર્યું કે, આ વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે PSI વિરુદ્ધ તપાસ (ઈન્કવાયરી) શરૂ કરી દેવામાં આવી છે.

Breaking news: વડોદરામાં ઇફતાર પાર્ટી પર વિવાદ! યુનિવર્સિટીની મંજૂરી વગર NSUIનો કાર્યક્રમ ચર્ચામાં

Follow Us
g clip-path="url(#clip0_868_265)">