Breaking News: સિવિલ હોસ્પિટલમાં 17 દિવસનો ‘કાળો ખેલ’… લીકર પરમિટના 1.80 લાખ સગેવગે કરનારા 3 કર્મચારીઓ ઝડપાયા – જુઓ Video
અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં હોસ્પિટલના જ જવાબદાર કર્મચારીઓએ લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કરી નાખ્યા છે.
અમદાવાદ શહેરની 1200 બેડ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના 3 કર્મચારીઓ સામે લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કરવા બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શાહીબાગ પોલીસ દ્વારા 1200 બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિત કુલ ૩ કર્મચારીઓ કરસનસિંહ વાઘેલા, નવીનચંદ્ર વાઘેલા અને વસંત નિનામા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, 1 માર્ચથી 17 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કુલ 9 લીકર પરમિટ માટેના નાણાં પચાવી પાડવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ કર્મચારીઓએ અંદાજે 1 લાખ 80 હજાર રૂપિયાની રકમ બારોબાર પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના મામલાને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં પોલીસ અને કમિટી બંને આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: ખાખી ફરી વિવાદમાં… અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSIનું અરજદાર સાથે અસભ્ય વર્તન – જુઓ Video
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
