AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમી સામે સુરક્ષા કવચ! વડોદરા ટ્રાફિક પોલીસને મળ્યા AC હેલ્મેટ

ગરમી સામે સુરક્ષા કવચ! વડોદરા ટ્રાફિક પોલીસને મળ્યા AC હેલ્મેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2026 | 8:27 PM
Share

વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનોને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે પોલીસ કમિશનરે AC હેલ્મેટ અને આધુનિક કીટની સુવિધા શરૂ કરી છે.

ઉનાળાની તીવ્ર ગરમીમાં સામાન્ય લોકો પણ બહાર નીકળવાનું ટાળે છે, પરંતુ ટ્રાફિક પોલીસના જવાનો તો આવી પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવતા રહે છે. આવી જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ટ્રાફિક જવાનો માટે ખાસ પહેલ કરી છે. સયાજીગંજ ટ્રાફિક ACP કચેરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જવાનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કીટ આપવામાં આવી, જેમાં ખાસ કરીને AC હેલ્મેટનો સમાવેશ થાય છે.

આ બેટરીથી ચાલતા AC હેલ્મેટના કારણે ગરમીમાં ફરજ બજાવતા જવાનોને મોટી રાહત મળશે. સાથે જ, રાત્રિના સમયમાં વધુ સુરક્ષા અને સ્પષ્ટતા માટે LED બેટન સ્ટિક પણ આપવામાં આવી છે. આ બંને સાધનો લાંબા સમય સુધી ઉપયોગી રહે તે માટે બેટરી આધારિત બનાવવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ટ્રાફિક જવાનો કઠિન પરિસ્થિતિમાં પણ પોતાના કામ માટે પ્રતિબદ્ધ રહે છે, તેથી તેમના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Input Credit- Anjali Ojha- Vadodara

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">