Breaking News : મુન્દ્રા પોર્ટ પર મહાકાય જહાજ બેકાબૂ થયાનો વીડિયો વાયરલ
કચ્છમાં મીની વાવાઝોડાની અસર કારણે મુન્દ્રા પોર્ટ પર મહાકાય જહાજ બેકાબુ થયાનો વીડિયો વાયરલ થયો છે. સીટી-3 ટર્મિનલ પર રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું હતુ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.
થોડા દિવસ પહેલા રાજ્યમાં માવઠાની અસર જોવા મળી હતી. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેતીના પાક સહિત બાગાયતી પાકને માવઠાને કારણે ખુબ મોટું નુકસાન થયું છે.ત્યારે અંબાલાલે કરેલી ફરી માવઠાની આગાહીએ લોકોમાં ચિંતા જગાવી છે. માવઠાની અસર દરિયાકાંઠે પણ જોવા મળી હતી. કચ્છના મુન્દ્રા પોર્ટ પર મહાકાય જહાજ બેકાબૂ થયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સીટી-3 ટર્મિનલ પર રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું હતુ. ગુરુવારે કચ્છમાં મીની વાવાઝોડાની અસર કારણે આ ઘટના બની હતી. જેના કારણે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ
5 એન્કરેજમાંથી એક જ રસ્સો તૂટી ગયો હતો.એનએસસી એલેક્ઝાન્ડ્રા નામના કાર્ગો જહાજમાં ઘટના બની હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. જહાજની સાથે કન્ટેનરો પણ વાવાઝોડાને કારણે એકબીજા સાથે અથડાય રહ્યા હતા.પરંતુ હાલ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સૂચના આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે,માર્ચના અંતિમ અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષોપને કારણે 25થી 28 માર્ચ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે . તેમજ વરસાદની પણ આગાહી કરી છે.આ સાથે હવામાન નિષ્ણાતે એ પણ સૂચવ્યું છે કે મધ્ય એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આગામી અખાત્રીજ આસપાસ વરસાદ થવાની શક્યતા છે.
માવઠું અથવા કમોસમી વરસાદ એટલે ચોમાસાના 4 મહિના સિવાયના સમયગાળા દરમિયાન વરસતો વરસાદ. અહી ક્લિક કરો
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
