Walking Rules : દરરોજ ચાલતી વખતે અજાણ્યે પણ આ 7 ભૂલો ન કરતાં, જાણો નિયમો
ચાલવું એક સરળ તેમજ આરોગ્ય માટે લાભદાયી કસરત છે, પરંતુ તેનો સાચો લાભ મેળવવા માટે તેને યોગ્ય રીત અને યોગ્ય નિયમોનું પાલન કરવું જરૂરી છે.

શરીરની તંદુરસ્તી માટે ચાલવું અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. ઘણા લોકો તંદુરસ્ત રહેવા અને વધતી વજનની સમસ્યાથી મુક્ત થવા માટે ચાલવાનું પસંદ કરે છે. પરંતુ ખરું આરોગ્યલાભ મેળવવા માટે ચાલવા સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જો આ નિયમોને અવગણવામાં આવે, તો વધુ ચાલ્યા છતાં પણ શરીરને અપેક્ષિત લાભ મળતો નથી. ( Credits: Getty Images )

ચાલવા માટેનો સમય નક્કી કરવો ખૂબ જરૂરી છે. રોજિંદા જીવનમાં એક જ સમયે ચાલવાની ટેવ આરોગ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. સવારે ચાલવાથી મનને શાંતિ મળે છે અને શરીરમાં તાજગી સાથે ઊર્જા પ્રવેશે છે, જ્યારે સાંજનો વોક દિવસભરના થાકને દૂર કરી આરામદાયક ઊંઘમાં મદદરૂપ બને છે. ( Credits: Getty Images )

ઘણાં લોકો ચાલતી વખતે મોબાઈલમાં વ્યસ્ત રહેવાની ટેવ ધરાવે છે. કોઈ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરે છે તો કોઈ વાતચીતમાં ખોવાઈ જાય છે. પરંતુ ચાલવા સમયે મોબાઈલને ખિસ્સામાં રાખવો ઉત્તમ વિકલ્પ છે,કારણ કે તેનો ઉપયોગ ધ્યાન ભંગ કરી શકે છે અને ચાલવાનો પૂરતો લાભ નથી મળતો. ( Credits: Getty Images )

લાંબા સમય સુધી ચાલવા છતાં જો શરીરની મુદ્રા યોગ્ય ન હોય તો આરોગ્ય પર તેનો સકારાત્મક અસર થતી નથી. ખભા સીધા રાખો, ગળા-પીઠ સીધી રાખો અને હાથ-પગને સ્વાભાવિક રીતે હલાવો. યોગ્ય મુદ્રા સાથે ચાલવાથી શરીરને સાચો લાભ મળે છે. ( Credits: Getty Images )

જો તમે રોજિંદા ચાલવાની ટેવ બનાવો છો, તો આરામદાયક અને સારી ગુણવત્તાવાળા જૂતા પહેરવા ખૂબ જરૂરી છે. ચંપલ અથવા નબળી ક્વોલિટીના જૂતા પહેરીને લાંબા સમય સુધી ચાલવાથી પગમાં દુખાવો અથવા અન્ય તકલીફ થઈ શકે છે. ( Credits: Getty Images )

ચાલતી વખતે ગતિનું સંતુલન જાળવવું જરૂરી છે. ઘણા લોકો ક્યારેક વધારે ઝડપથી ચાલે છે તો ક્યારેક ખૂબ ધીમે ચાલે છે, પરંતુ ચાલવું હંમેશા એકસરખા લયમાં ચાલવું શ્રેષ્ઠ ગણાય છે. તંદુરસ્તી માટે ખાસ કરીને તેજ ગતિએ ચાલવું વધુ લાભદાયી સાબિત થાય છે. ( Credits: Getty Images )

જો ચાલતી વખતે તરસ લાગે તો થોડું પાણી પીવું જોઈએ અને પછી ફરી ચાલવાનું શરૂ કરવું જોઈએ. લોકો ચાલતી વખતે પાણી પીવાની આદત હોતી નથી, પરંતુ આ આરોગ્ય માટે યોગ્ય નથી. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
