ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. અપરાજિતાનો છોડ તેમાંથી એક છે. તેનો સુંદર વેલો અને ભૂરા રંગના ફૂલો એટલા સુંદર છે કે લોકો ઘણીવાર તેને તેમની બાલ્કની અને આંગણામાં લગાવવાનું પસંદ કરે છે. ત્યારે ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિકોણથી શું ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

કેટલાક છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. અપરાજિતાનો છોડ તેમાંથી એક છે. તેનો સુંદર વેલો અને ભૂરા રંગના ફૂલો એટલા સુંદર છે કે લોકો ઘણીવાર તેને તેમની બાલ્કની અને આંગણામાં લગાવવાનું પસંદ કરે છે. ત્યારે ધાર્મિક અને વાસ્તુ દ્રષ્ટિકોણથી શું ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે આ છોડને તમે ઘરના મુખ્ય દરવાજા પાસે કે બાલ્કનીમાં લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી આર્થિક મુશ્કેલીઓ ઓછી થાય છે અને આવકના નવા સ્ત્રોત વધે છે.

ઘરમાં અપરાજિતાનો છોડ ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મળે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.

આ ઉપરાંત ઘરમાં આ છોડ લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધે છે.

આ છોડ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા જાળવી રાખે છે.

વાસ્તુ અનુસાર, તેને ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોમાં પ્રગતિ અને સફળતા મળે છે. વ્યવસાયમાં પણ પ્રગતિના સંકેત મળે છે તેમજ બાળકોના ભણતરમાં પણ પ્રગતિ આવે છે.

અપરાજિતા છોડનું ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને યોગ્ય સ્થાન અને દિશા વિશે ખાસ માહિતી આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર, તેને ખોટી દિશામાં લગાવવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. સામાન્ય રીતે, તેને પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લગાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, જો તમે વાસ્તુમાં વિશ્વાસ કરો છો, તો તમારે આ બાબતો પર થોડું સંશોધન કરવાની જરૂર પડી શકે છે.
લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
