ઘરમાં કે ઘરની બહાર બદામનું ઝાડ લગાવવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
બદામ અને તેના પાંદડાનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. પણ આપણે જોયું હશે કે કેટલાક ઘરની બહાર બદામનું ઝાડ જોવા મળે છે તો શું બદામનું ઝાડ ઘરમાં કે ઘરની બહાર લગાવવું શુભ છે કે અશુભ? ચાલો વાસ્તુ શું કહે છે ચાલો જાણીએ

ભારતમાં બદામની ખેતી મોટા પાયે થાય છે. બદામ સ્વાદિષ્ટ હોય છે. બદામ અને તેના પાંદડાનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. પણ આપણે જોયું હશે કે કેટલાક ઘરની બહાર બદામનું ઝાડ જોવા મળે છે તો શું બદામનું ઝાડ ઘરમાં કે ઘરની બહાર લગાવવું શુભ છે કે અશુભ? ચાલો વાસ્તુ શું કહે છે ચાલો જાણીએ

ઘરમાં કે ઘરી બહાર બદામનું ઝાડ લગાવવુ અત્યંત શુભ માનવામાં આવે છે. મોટાભાગે તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રોપવાનું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં બદામનું ઝાડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

બદામના છોડને ઘરે કુંડામાં પણ લગાવી શકો છો જે બાદ જેમ જેમ છોડ મોટો થાય તે બાદ તેને ખુલ્લી જગ્યામાં રોપી દેવો જોઈએ. બદામનું ઝાડ વેપારમાં પ્રગતિ લાવે છે અને તમારા ઘરમાં શાંતિ પણ લાવે છે.

ઘરમાં બદામનું ઝાડ લગાવવાથી ધન-સંપત્તિમાં પણ વધારો થાય છે અને ઘરના સભ્યોની પ્રગતિ સારી થાય છે.

બદામના પાન થોડા મોટા અને પહોડા હોય છે જે ઓક્સિજન વધારે બનાવે છે, જેના કારણે તમારા ઘરની આસપાસની હવે સાફ રહે છે અને ઘરના સભ્યોના મન પણ પ્રસન્ન રહે છે

બદામનું ઝાડ ઘરની બહાર હોય તો ઉનાળામાં આ ઝાડ લિમડા જેટલી જ ઠંડક પ્રદાન કરે છે આથી બદામનું ઝાડ ઘરમાં લગાવવું ખુબ જ શુભ છે.
ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગણેશજીનો ફોટો મુકવો જોઈએ કે નહીં? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
