ઘરની પૂર્વ દિશા કઈ છે તે કેવી રીતે શોધવું? જાણો અહીં
તમારા ઘર માટે કઈ દિશા શુભ છે તે જાણવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત કરવામાં અને સુખી ઘર બનાવવામાં મદદ મળી શકે છે. ત્યારે જો તમે તમારા ઘરની દિશા જાણવા માંગો છો તો શું કરવું અને કેવી રીતે ચેક કરવી ચાલો જાણીએ.

તમારા ઘર માટે યોગ્ય દિશા પસંદ કરવાથી તમારા આરામ અને ખુશીમાં મોટો ફરક પડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરની દિશા સૂર્યપ્રકાશ, હવાના પ્રવાહ અને તમારા નસીબ અને સુખાકારીને પણ પ્રભાવિત કરે છે. ત્યારે ઘરની દિશાઓ શા માટે મહત્વપૂર્ણ છે અને તમારા માટે કઈ દિશા શુભ છે તે કેવી રીતે નક્કી કરવું.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશા ઘરની શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે, કારણ કે તે સકારાત્મક ઉર્જા લાવે છે. ઉત્તર તરફના ઘરો પણ શુભ છે, જે સમૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિ લાવે છે. તમારા ઘર માટે કઈ દિશા શુભ છે તે જાણવાથી સકારાત્મક ઉર્જા આકર્ષિત કરવામાં અને સુખી ઘર બનાવવામાં મદદ મળી શકે છે. ત્યારે જો તમે તમારા ઘરની દિશા જાણવા માંગો છો તો શું કરવું અને કેવી રીતે ચેક કરવી ચાલો જાણીએ.

ઘણા લોકો વાસ્તુ શાસ્ત્રમાં ખુબ માનતા હોય ત્યારે જો તમે તમારા ઘરની દિશા જાણવા માંગો છો તો નીચે આપેલી રીતોથી જાણી શકો છે. ત્યારે "ચાલો પહેલા શોધી કાઢીએ કે મારા ઘરમાં કઈ દિશા પૂર્વ છે."

કમ્પાસની મદદથી દિશા શોધવી: જો તમારી પાસે દિશા જાણવા માટે કમ્પાસ હોય તો તેની મદદથી પણ જાણી શકો છો પણ જો નથી તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી કમ્પાસ ડાઉનલોડ કરી શકો છો તેમજ કેટલાક ના ફોનમાં પણ હોય છે તેની મદદથી પણ જાણી શકો છો.

આ માટે ઘરના મુખ્ય દ્વાર પાસે જઈ મુખ ઘરની અંદર રહે તે રીતે ઉભા રહો અને ધીમે ધીમે મોબાઇલ ફેરવો. એપ્લિકેશનમાં 'E' તરફ જે એરો દેખાય તે જ તમારા ઘરની પૂર્વ દિશા છે.

સૂર્યની ઉગતી દિશા ચેક કરો: તમારી પાસે કમ્પાસ ન હોય કે તમે ફોનમાં પણ જોવા ના માંગતા હોવ તો તમારે ઘરની છત પર જઈ સૂર્ય કઈ દિશામાં ઉગે છે તે ચેક કરો. આમ તમે જાણી શકો છો પૂર્વ દિશા તમારા ઘરની કઈ તરફ છે.
ઘરમાં વારંવાર કોઈ બિમાર પડવુ, કે ઘરમાં ઝઘડા વધી જવા કઈ વાતનો સંકેત છે? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
