Vastu Tips : સવારે ઉઠતાની સાથે જ કરો આ 7 કામ! મા લક્ષ્મીની કૃપાથી ‘તિજોરી’ ક્યારેય ખાલી નહીં રહે
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે. જો કે, ઘણીવાર એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ ઇચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણે એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા રહે અને પૈસાનો પ્રવાહ ક્યારેય ઓછો ન થાય.

વાસ્તુ અનુસાર, સૂર્યોદયનો સમય બ્રહ્મ મુહૂર્ત છે જે આપણા ભાગ્યને સૌથી વધુ અસર કરે છે. આ જ કારણ છે કે, વહેલી સવારે કરવામાં આવતી પ્રવૃત્તિઓ આપણી આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિને સીધી અસર કરે છે. તો એવામાં ચાલો જાણીએ કે, સવારે ઉઠ્યા પછી કયા કાર્યો કરવા જોઈએ.

ધરતી માતાને પ્રણામ કરો: સવારે ઉઠતાની સાથે જ પથારીમાંથી પગ નીચે મૂકતા પહેલા હાથ જોડીને ધરતી માતાને નમન કરો. આવું કરવાથી તમારા ઘરમાં ધનની સ્થિરતા જળવાઈ રહે છે. સવારે ઉઠ્યા પછી તમારે ફક્ત "સમુદ્રવાસને દેવી પર્વતસ્થાનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં પદસ્પર્શં ક્ષમાસ્વ મેં" મંત્રનો જાપ કરવાનો રહેશે.

દિવસની શરૂઆત તમારી હથેળી જોઈને કરો: વાસ્તુ અનુસાર, હથેળી જોવાથી માનસિક ઉર્જા જાગૃત થાય છે. એવું માનવામાં આવે છે કે, હથેળીમાં લક્ષ્મી (ધન), સરસ્વતી (જ્ઞાન) અને વિષ્ણુ (કર્મ) વાસ કરે છે. તમારે હથેળી તરફ જોઈને, "કરાગ્રે વસતે લક્ષ્મી: કરમાધે સરસ્વતી, કરમુલે તુ ગોવિંદહ પ્રભાતે કરદર્શનમ." મંત્રનો જાપ કરવાનો રહેશે.

તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવો: રાત્રિ દરમિયાન તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી શરીર ડિટોક્સિફાઇ થાય છે અને સંપત્તિ સંબંધિત ગ્રહો શુક્ર અને બુધની સકારાત્મક ઉર્જા સક્રિય થાય છે. એવું માનવામાં આવે છે કે, સવારે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ઈશાન ખૂણામાં દીવો અને ધૂપ પ્રગટાવો: સવારે ઊઠ્યા પછી સ્નાન કરીને ઘરના મંદિરમાં અથવા ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન ખૂણા) દીવો અને ધૂપ પ્રગટાવો. ત્યારબાદ જો તમે મા લક્ષ્મી, ભગવાન ગણેશ અને દેવ કુબેરનું સ્મરણ કરો છો, તો તે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, આ પ્રાર્થના કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

સૂર્યોદય પછી કચરો બહાર ન ફેંકો: વાસ્તુ અનુસાર, સવારે સૂર્યોદય પછી ઘર સાફ કરવાથી કે કચરો બહાર ફેંકવાથી ધનની હાનિ થાય છે. આથી, સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી જ ઘરની બહાર કચરો ફેંકવો શુભ માનવામાં આવે છે.

શંખ કે ઘંટ વગાડો: જો તમે સવારના શાંત વાતાવરણમાં શંખ વગાડો છો અથવા તો મંદિરની ઘંટડી વગાડો છો, તો ઘરની નકારાત્મક ઉર્જા ભાગી જાય છે. આનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ બને છે.

તુલસીને જળ અર્પણ કરો: તુલસીના છોડને સકારાત્મક ઉર્જા અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે સવારે તુલસીને પાણી અર્પણ કરો છો અને દીવો પ્રગટાવીને તેની પરિક્રમા કરો છો, તો દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.






































































