AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગી આદિત્યનાથના પિતા હતા ફોરેસ્ટ ઓફિસર, સંન્યાસ લીધા બાદ આ નામ રાખ્યું, જુઓ પરિવાર

યોગી આદિત્યનાથનો જન્મ 1972માં ઉત્તરાખંડના એક નાનકડા જિલ્લામાં થયો હતો. પિતા આનંદ સિંહ બિષ્ટ ફોરેસ્ટ રેન્જર હતા.પહેલા યોગીનું નામ અજય સિંહ બિષ્ટ હતું. અજય સિંહને સાત ભાઈ-બહેનો છે. જેમાં ત્રણ બહેનો અને ચાર ભાઈઓનો સમાવેશ થાય છે. તો ચાલો આજે યોગી આદિત્યનાથના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 29, 2023 | 2:09 PM
Share
 અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. તો ચાલો આજે આપણે યોગી આદિત્યનાથના પરિવાર વિશે જાણીએ.

1 / 12
યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972ના રોજ અજય મોહન સિંહ બિષ્ટ તરીકે ઉત્તર પ્રદેશના પૌરી ગઢવાલ (હવે ઉત્તરાખંડમાં)ના પંચુર ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો.  તેમના પિતા, આનંદ સિંહ બિષ્ટ, ફોરેસ્ટ રેન્જર હતા. તમને જણાવી દઈએ કે, સંન્યાસ ધારણ કર્યા પહેલા યોગી આદિત્ય નાથનું પહેલા નામ અજય બિષ્ટ હતુ.

2 / 12
 યોગી આદિત્ય નાથ ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં પરિવારમાં બીજા નંબરના હતા.તેમણે ઉત્તરાખંડની હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી ચૂક્યા છે.

3 / 12
યોગીના મોટા ભાઈનું નામ માનવેન્દ્ર મોહન છે.માનવેન્દ્ર પછી યોગી આદિત્યનાથ આવે છે. આ પછી, બે ભાઈ તેમના કરતા નાના છે જેમના નામ શૈલેન્દ્ર મોહન અને મહેન્દ્ર મોહન છે. યોગીને 3 બહેનો પણ છે.

4 / 12
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે તેમની રાજકીય કારકિર્દીના 25 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમણે વર્ષ 1998માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. ભગવા કપડા પહેરીને અને કેસરી પાઘડી પહેરીને યોગી આદિત્યનાથે સંસદ ભવનમાં સાંસદ તરીકે શપથ લીધા હતા.

5 / 12
તેમણે અયોધ્યા રામ મંદિર આંદોલનમાં જોડાવા માટે 1990ની આસપાસ પોતાનું ઘર છોડી દીધું હતું. તે સમય તેઓ ગોરખનાથ મઠના પ્રમુખ મહંત અવૈદ્યનાથના પણ શિષ્ય બન્યા હતા.મહંત અવૈદ્યનાથ તે સમયે અયોધ્યા રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. દીક્ષા લીધા પછી ગોરખપુરમાં રહેતાં, આદિત્યનાથે ઘણી વખત તેમના પૈતૃક ગામની મુલાકાત લીધી હતી અને 1998માં ત્યાં એક શાળાની સ્થાપના કરી હતી.

6 / 12
12 સપ્ટેમ્બર 2014ના રોજ અવૈદ્યનાથના અવસાન પછી આદિત્યનાથને ગોરખનાથ મઠના મહંત પ્રમુખ પૂજારીના પદ પર બઢતી આપવામાં આવી હતી. બે દિવસ પછી નાથ સંપ્રદાયની પરંપરાગત વિધિઓ વચ્ચે તેમને મઠના પીઠાધીશ્વર બનાવવામાં આવ્યા હતા.

7 / 12
 આદિત્યનાથ ઉત્તર પ્રદેશ રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે અગ્રણી પ્રચારક હતા. રાજ્ય સરકારે 18 માર્ચ 2017ના રોજ તેમને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.બીજેપી વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી બીજા દિવસે તેમણે શપથ લીધા હતા.

8 / 12
તેઓ 2022 થી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ગોરખપુર શહેરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને 2017 થી 2022 સુધી ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા છે. તેઓ 1998 થી 2017 સુધી ઉત્તર પ્રદેશના ગોરખપુર લોકસભા મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ સંસદસભ્ય પણ હતા.

9 / 12
સીએમ યોગીએ તમામ અવરોધોને પાર કરીને રાજ્યના મુખ્યમંત્રી બનવાની યાત્રા કરી છે. કાયદાના શાસનને લઈને તેણે લીધેલા કઠિન નિર્ણયો વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

10 / 12
યુપીના સીએમ યોગી આદિત્યનાથની ગણના રાજ્યના સૌથી શિક્ષિત મુખ્યમંત્રીઓમાં થાય છે.યોગી આદિત્યનાથ તેમના કોલેજકાળથી જ ભાષણ આપવામાં નિષ્ણાત બની ગયા હતા.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોગી આદિત્યનાથને બેડમિન્ટન અને સ્વિમિંગનો પણ ઘણો શોખ છે.

11 / 12
 યોગીને પ્રકૃતિ અને પ્રાણીઓની વચ્ચે સમય પસાર કરવાનું પસંદ છે, પરંતુ સીએમ બન્યા પછી તેમને આવું કરવાની તક ઓછી મળે છે. પરંતુ જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે પ્રાણીઓ સાથે સમય પસાર કરે છે. સીએમ યોગીના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

12 / 12
g clip-path="url(#clip0_868_265)">