ઉર્ફી જાવેદના રિસેન્ટ કુલ લુકને ચાહકોનો મળી રહ્યો છે અઢળક પ્રેમ, જુઓ Photos
ઉર્ફી જાવેદ એ બૉલીવુડ અને ટેલીવુડ આમ બંને જગ્યાએ તેની મજબૂત ઓળખ બનાવવામાં સફળ રહી છે. ઉર્ફી જાવેદ તેની વિયર્ડ ફેશન સેન્સના લીધે ઘણી વાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહે છે, પરંતુ તેણીને આ બાબતથી કોઈ ફરક પડતો નથી.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર નંબર 1 ટ્રેન્ડિંગ સ્ટાર છે. તેણી અવારનવાર તેના ફેન્સ સાથે નોખા અનોખા આઉટફિટ્સ પહેરીને તેની તસવીરો શેયર કરતી રહે છે. તાજેતરમાં ઉર્ફીનો આ લુક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઇન્ટરનેટ પર હાલમાં વાયરલ થયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, તેણીએ વ્હાઇટ કલરનું ફ્રન્ટ બટન હોલ ક્રોપ ટોપ બ્લ્યુ કલરના જીન્સ સાથે કેરી કર્યું છે.

સોશિયલ મીડિયા સ્ટારે પોતાનો આ કૂલ લૂક પૂર્ણ કરવા માટે સ્લીક બેક પોનીટેઈલ કેરી કરી છે. અને ગુલાબી રંગની લિપસ્ટિક અને બ્લશરથી પોતાનો મેકઅપ એક્દમ સિમ્પલ પણ સ્ટાઇલિશ રાખ્યો છે.

ક્યૂટ અભિનેત્રી ઉર્ફી જાવેદની સોશિયલ મીડિયા પર આ બીજી તસવીરો પણ ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં તેણીનો આ સનકિસ્સડ મેકઅપ લૂક તેના ચાહકોને ખુબ જ પસંદ પડી રહ્યો છે.

ઉર્ફી જાવેદની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, તેણીએ બ્લેક કલરનું લેસવર્ક વાળું બેકલેસ ટોપ બ્લ્યુ જીન્સ સાથે કેરી કર્યું છે. તેણીના ચાહકોને આ લૂકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો - The Kashmir Files: તાપસી પન્નુએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના દિલથી વખાણ કર્યા, કહ્યું ફિલ્મ સારી હશે તો લોકો ચોક્કસ જોશે