AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: માત્ર ₹10,000થી શરૂ કરો આ બિઝનેસ અને મહિને કમાઓ ₹40,000થી વધુ!

ઘરેથી બેસીને પોતાનો નાનો બિઝનેસ શરૂ કરવો હોય અને ઓછા ખર્ચમાં સારું કમાવું હોય તો હોમમેડ ચોકલેટ અને ગિફ્ટ પેકિંગનો વ્યવસાય તમારા માટે એક પરફેક્ટ વિકલ્પ છે. ખાસ કરીને જન્મદિવસ, રક્ષાબંધન, નાતાલ, દિવાળી, વેલેન્ટાઇન ડે જેવા તહેવારોમાં આ બિઝનેસ ટ્રેન્ડિંગમાં હોય છે.

| Updated on: Jul 01, 2025 | 3:36 PM
સ્વાદિષ્ટ અને હોમમેડ ચોકલેટ્સ તેમજ ક્રિએટિવ ગિફ્ટ કોમ્બોઝની માંગ ખુબ ઝડપથી વધી રહી છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે અંદાજિત ₹10,000 થી ₹25,000 જેટલું પ્રારંભિક રોકાણ કરવું પડશે.

1 / 9
હોમમેડ ચોકલેટ અને ગિફ્ટ કોમ્બો શરૂ કરવા માટે તમારે કેટલીક સાધન-સામગ્રી પર ધ્યાન દોરવું જોઈએ કે જેની તમને આ બિઝનેસમાં જરૂર પડશે. સૌથી પહેલા તમારે કંપાઉન્ડ ચોકલેટ (મિલ્ક, ડાર્ક કે વ્હાઈટ) લાવવી પડશે. આ સાથે જ મિલ્ક પાઉડર, બટર અથવા કોકોનટ ઓઈલ અને વેનીલા કે સ્ટ્રોબેરી જેવા ફ્લેવર એસેન્સની પણ જરૂર પડશે.

2 / 9
સારા ટેસ્ટ માટે બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. ચોકલેટ શેપ માટે હાર્ટ કે ચોરસ જેવા મોલ્ડ્સ લેવા જરૂરી છે. તૈયાર ચોકલેટ માટે બટર પેપર અને ફોઈલ રેપર્સની જરૂર પડશે. ગિફ્ટ પેકિંગ માટે ગિફ્ટ બોક્સ, રંગીન રિબિન, સ્ટિકર્સ અને લેબલ્સ જેવી વસ્તુઓ ઉપયોગી રહે છે. આ બધી વસ્તુઓ થકી તમે ઘરમાંથી સરળ રીતે બિઝનેસ શરૂ કરી શકો છો.

3 / 9
દિવસે 10-20 ઓર્ડર મળવા લાગે તો રોજનો ₹500 થી ₹1500 જેટલો નફો થઈ જશે. તમે મહિને ₹15,000 થી ₹40,000 જેટલી કમાણી કરી શકો છો. જો તમારું કામ વધે અને તમને રિપીટ ઓર્ડર મળતા જાય તો આવકમાં વધારો થઈ શકે છે. બીજું કે, તહેવારના દિવસોમાં તો આ બિઝનેસ થકી તમારી આવક ઘણી વધી શકે છે.

4 / 9
આ બિઝનેસ શરૂ કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડની સાથે-સાથે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે. આ સિવાય FSSAI લાઇસન્સ લેવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમારું વેચાણ મોટા પાયે થશે તો જીએસટી નંબર પણ લેવો જરૂરી બનશે.

5 / 9
ચોકલેટ બનાવવા માટે ચોકલેટ મોલ્ડ્સ (સાધારણ અને ફેન્સી ડિઝાઇન), ડબલ બોઇલર પેન, સ્ટીલ બાઉલ, થર્મોમીટર વગેરે જેવી વસ્તુઓની જરૂર પડશે.  ચોકલેટ અને ગિફ્ટ પેકિંગ શીખવું આજના સમયમાં બહુ સરળ છે. YouTube પર ફ્રી વીડિયો જોઈને તમે શીખી શકો છો. વધુમાં Udemy અને Skillshare જેવી સાઇટ પર પણ પેઇડ કોર્સ મળી જશે.

6 / 9
ઘણા શહેરોમાં વર્કશોપ પણ યોજાતી હોય છે, જ્યાં 1-2 દિવસમાં તમે બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું શીખી શકો છો. ઈન્સ્ટાગ્રામ પર પણ અનેક હોમ બેકર્સ અને ક્રિએટિવ ગિફ્ટ પેકિંગના એકાઉન્ટ્સ છે, જે જોઈને તમે સારા આઇડિયા લઈ શકો છો.

7 / 9
માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવો. તમારા બનાવેલા પ્રોડક્ટના ફોટા અને રીલ્સ શેર કરો. તમારા વિસ્તારમાંના ગિફ્ટ શોપ સાથે પણ ટાઈઅપ કરો, જેથી તમને રેગ્યુલર ઓર્ડર મળી શકે. ખાસ વાત એ છે કે, તમે ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ ઓર્ડર આપી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, નામવાળી ચોકલેટ અથવા સ્પેશિયલ મેસેજ સાથેનું ગિફ્ટ બોક્સ.

8 / 9
ટૂંકમાં કહીએ તો, આ બિઝનેસ નાના ધોરણે શરૂ કરી શકાય છે અને સમય સાથે બિઝનેસમાં વધારો કરી શકાય છે. બસ આ બિઝનેસમાં સ્વાદ સાથે થોડી ક્રિએટિવિટી રાખવાની જરૂર છે.

9 / 9

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">