AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રુરતાની દરેક હદ પાર : યુક્રેનનું બૂચા શહેર મૃતદેહોથી ઉભરાયું, ભયાનક દ્રશ્યો જોઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રડી પડ્યા

યુક્રેનના બુચા શહેરની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે, અહીં જે પણ બન્યું તે સાંભળીને લોકોના હાથ-પગ ધ્રૂજી જાય છે. આ યુક્રેનનું શહેર છે, જે યુદ્ધ દરમિયાન રશિયન સૈનિકોના કબજા હેઠળ આવ્યું હતું. જ્યારે રશિયન સૈન્ય પીછેહઠ કરી ત્યારે યુક્રેનિયન સૈનિકો અહીં આવ્યા અને તેઓએ જે દ્રશ્ય જોયું તે આશ્ચર્યજનક હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:06 AM
Share
યુક્રેનના બૂચા શહેરમાં 300 થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે. યુક્રેને રવિવારે રશિયન સેના પર બુચામાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં રસ્તાઓ પર દરેક જગ્યાએ મૃતદેહો જોવા મળ્યા હતા. લોકોને હાથ-પગ બાંધીને મારવામાં આવ્યા છે. ઉતાવળે ખોદેલી કબરો મળી આવી છે. (તસવીર- APF)

1 / 6
બુચાના મેયરે જણાવ્યું હતું કે, રશિયન સેના સાથે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અનેક નાગરિકો માર્યા ગયા છે. આ શહેરની સ્થિતિ જોઈને અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયાની આકરી નિંદા કરી છે. (ફોટો-AFP)

2 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર, બુચાના રહેવાસીઓ ખૂબ જ ડરી ગયા છે. સાશા નામના નાગરિકે કહ્યું, 'અહીં જાનમાલનું મોટું નુકસાન થયું છે. લોકો ખોફમાં જીવી રહ્યા છે. શહેરમાં વીજળી, પાણી અને ગેસ નથી. ઘણા લોકો શહેર છોડીને ભાગી ગયા છે. જેઓ બાકી છે તેઓ ખુલ્લામાં ખોરાક રાંધવા મજબૂર છે. (તસવીર-AFP)

3 / 6
યુક્રેનિયન અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે રશિયાની સૈન્ય પીછેહઠ કરતા પહેલા અહીં યુદ્ધ ગુનાઓ આચર્યા છે અને તેણે જે છોડી દીધું તે "એક હોરર મૂવી જેવું" હતું. જે તસવીરો સામે આવી છે તેમાં લોકોના મૃતદેહ ખુલ્લામાં પડેલા છે. ભોંયરા જેવી જગ્યાએથી પણ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ઘણી ખુલ્લી કબરો એ જ જગ્યાએ પડેલી છે. (તસવીર-AFP)

4 / 6
યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે, તેમને કિવની ઉત્તરે આવેલા બુચા શહેરમાં એક જ સામૂહિક કબરમાંથી પાંચ ડઝન મૃતદેહો મળ્યા છે. લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. દરેક જગ્યાએ માત્ર અને માત્ર અત્યાચારના નિશાન મળી આવ્યા છે. (તસવીર-AFP)

5 / 6
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સહાયક ઓલેકસી એરેસ્ટોવિચે જણાવ્યું હતું કે, યુક્રેનિયન દળોને બળાત્કાર કરીને સળગાવવામાં આવેલી મહિલાઓના મૃતદેહો તેમજ સ્થાનિક અધિકારીઓ અને બાળકોના મૃતદેહો મળ્યા છે. ઝેલેન્સકી પણ આ શહેરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીંની પરિસ્થિતિ જોઈને તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. (તસવીર -AFP)

6 / 6
Follow Us
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

g clip-path="url(#clip0_868_265)">