Meta vs Twitter : મેટાએ લોન્ચ કર્યુ Threads એપ, આ રીતે કરી શકો છો ડાઉનલોડ
Twitter competitor Threads: મેટા કંપની એ ટ્વિટરને ટક્કર આપવા માટે Threads એપ લોન્ચ કરી છે. આ નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તમે પ્લેસ્ટોર અને એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ થ્રેડ્સ એપને ભારત સહિત 100થી વધારે દેશોમાં લોન્ચુ કર્યું છે. આ એપને તમે ઈન્ડ્રોઈડ અને IOS બંને પર ડાઉનલોડ કરી શકાય છે.

મેટાએ થ્રેડ્સને સ્ટેન્ડઅલોન એપના રુપમાં લોન્ચ કર્યું છે. પણ યુઝર્સ ઈન્સ્ટાગ્રામની મદદથી પણ આ એપ પર લોગિન કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે આ એપ પર ફાયરનું ઈમોજી લઈને Lets Do This પોસ્ટ કર્યું છે.

મેટા થ્રેડ્સ અપને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા પ્લેસ્ટોર પર જાઓ અને આ એપને ડાઉનલોડ કરો. એપને ઈંસ્ટોલ કર્યા બાદ એપને ખોલો અને ઈંસ્ટાગ્રામની મદદથી લોગિન કરો.

લોગિન થયા બાદ તમે ઈચ્છો તો ઈસ્ટાગ્રામનો ડેટા અહીં કોપી કરી શકો છો. જેમ કે પ્રોફાઈલ ફોટો અને બાયો વગેરે. આ એપ પર તમે ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સને પણ ફોલો કરી શકો છો. સેટઅપ પૂરુ થયા બાદ તમે ટ્વિટરની જેમ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશો.

આ એપ ટ્વિટર જેવું જ છે. આ એપમાં દિવસમાં 2 પોસ્ટ અપલોડ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. મેટા કંપની આ એપનો યુઝર્સબેસ વધારવા માટે તમામ કન્ટેન્ટ અને સેલિબ્રિટીસને આ એપ પર લાવી રહી છે.