ગજબ ! આ ગામના લોકો મકાનમાં રહેવાને બદલે રહે છે ગુફામાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

અહીં અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો સ્ત્રોત બની ગઈ છે.

1/5
દુનિયામાં એક એવું ગામ પણ છે, જ્યાં માનવીઓ ગુફાઓમાં રહે છે. ચોંકાવનારી વાત એ છે કે 1969 સુધી દુનિયાના લોકો આ ગામથી અજાણ હતા. 1969માં આવેલા પૂરને કારણે જ્યારે ભૂગર્ભમાં બનેલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે અહીં કેટલાક  લોકો રહે છે.

2/5

આ ગામ ટ્યુનિશિયાના દક્ષિણ ભાગમાં આવેલું છે. તેનું નામ માતમાતા છે. આ ગામની વસાહત તદ્દન અલગ છે. અહીં જમીનની નીચે ઊંડી ગુફાઓ બનાવવામાં આવી છે. જે દૂર દૂર સુધી એકબીજા સાથે જોડાયેલી છે. ગામની આ ખાસિયતને કારણે આ સ્થળ હવે પર્યટન સ્થળ બની ગયું છે. અહીં સ્ટાર વોર સહિત ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે.

3/5
લોકો ભૂગર્ભ ગુફાઓમાં કેમ રહે છે ? તે અંગે ગ્રામજનોએ જણાવ્યુ કે, આ ઘર અમારા માટે ખાસ છે કારણ કે તે અમને ભારે ઠંડી અને કાળઝાળ ગરમીથી બચાવે છે. અહીં રહેતા ગ્રામજનો આ જગ્યા છોડીને બીજે ક્યાંય પણ જવા માંગતા નથી. તેઓ માને છે કે અમારા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે અને તેઓ તેમની પરંપરાઓથી દૂર જવા માંગતા નથી.

4/5
આ અંડરગ્રાઉન્ડ મકાનોમાં દરેક વ્યવસ્થા છે. અહીં વીજળી અને ટેલિવિઝન પણ છે. ધીમે ધીમે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં ગ્રામીણોએ તેમના ઘરોના કેટલાક ભાગોને હોટલમાં બદલી નાખ્યા છે. આ હોટલો હવે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.

5/5
અહીં રહેતા મોટાભાગના લોકો પોતાની પંરપરા છોડવા માગતા નથી, પરંતુ કેટલાક એવા છે જે પૈસાના અભાવે આધુનિક મકાન બનાવી શકતા નથી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati