AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : બાળકો અને યુવાનો માટે અમદાવાદનું આ સ્થળ સૌથી લોકપ્રિય છે, જુઓ ફોટો

કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના ઇન્દોરે નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ગુજરાતનું અમદાવાદ મોટા શહેરોમાં સૌથી સ્વચ્છ તરીકે પ્રથમ ક્રમે આવ્યું છે.

| Updated on: Jul 17, 2025 | 5:11 PM
Share
સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, તો ચાલો જાણીએ અમદાવાદના સૌથી સુંદર ફરવા લાયક સ્થળો ક્યા ક્યા છે.

1 / 6
સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની યાદી જાહેર થતાં દેશના સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે.સાબરમતી આશ્રમમાં દર વર્ષે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. તે દરરોજ સવારે 8:00 થી સાંજે 7 : 00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.અહીંથી જ ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચનું નેતૃત્વ કર્યું હતું , જેને મીઠા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે .

2 / 6
 અડાલજની વાવ ચુનાના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે.શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.

3 / 6
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ પર્યટકો અને લોકો ખૂબ જ પસંદ કરે છે. આ બ્રિજ અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળે છે.

4 / 6
કાંકરિયા લેક ,કાંકરિયા ઝૂ બાળકો માટે ફરવા માટે બેસ્ટ સ્થળ છે.કાંકરિયા ઘણી બધી મનોરંજન સુવિધાઓને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ફરવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. ટોય ટ્રેન, કિડ્સ સિટી, બલૂન રાઇડ, માછલીઘર, અને બીજી ઘણી બધી રાઈડ અને ફૂડ સ્ટોલ્સ આટલી બધી મનોરંજનની સુવિધાઓના કારણે કાંકરિયા અમદાવાદના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

5 / 6
જો તમે અમદાવાદમાં રહેતા હશો તો તમે ચોક્કસ સરખેજ રોજાની મુલાકાત લીધી હશે. આ સરખેજનો રોજ નો મકબરો અંદાજિત 72 એકરમાં ફેલાયેલો છે. અહી મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાતે આવતા હોય છે. (photo: gujarat tourisam)

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">