Business Idea: ક્યાં સુધી પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરશો? હવે પોતે જ બોસ બની જાઓ અને મહિને ₹45,000 કમાઓ
દાબેલી બિઝનેસ એ લોકપ્રિય અને નફાકારક ફૂડ સ્ટાર્ટઅપ છે, જે ઓછા રોકાણમાં પણ શરૂ કરી શકાય છે. તો ચાલો જાણીએ કે, આ બિઝનેસ કઈ રીતે શરૂ કરવો....

દાબેલીનો વ્યવસાય એ એક ઉત્તમ 'બિઝનેસ' વિકલ્પ છે, જેમાં ઓછું રોકાણ અને ઝડપી નફો મળી આવે છે. આ બિઝનેસમાં શરૂઆતી રોકાણ ₹40,000 થી ₹1,00,000 જેટલું હોય છે, જેમાં સ્ટોલ સેટઅપ, રસોડાની સાધનસામગ્રી, કાચો માલ (દાબેલી મસાલા, પાવ, મગફળી, સેવ, બટાકા) અને માર્કેટિંગ ખર્ચનો સમાવેશ થાય છે.

એક દાબેલીની વેચાણ કિંમત ₹20 થી ₹40 ની વચ્ચે રાખી શકાય છે. દાબેલી પર અંદાજિત ₹10 થી ₹25 નો ચોખ્ખો નફો મળી આવે છે. જો રોજ 100 દાબેલી વેચો, તો એક દિવસનો સરેરાશ ₹1,500 નફો અને ₹45,000 માસિક નફો આરામથી મળી આવે છે.

વ્યવસાય શરુ કરવા માટે યોગ્ય સ્થાન પસંદ કરવું (કોલેજ, ઓફિસ, બજાર નજીક), ક્વોલિટીવાળો સામાન રાખવો અને જરૂરી સાધનો (ગેસ સ્ટોવ, સ્ટેઈનલેસ સ્ટીલ ટેબલ, સ્ટોરેજ કન્ટેનર, સર્વિંગ પ્લેટ્સ) રાખવા જરૂરી છે.

દાબેલી બિઝનેસ માટે GST રજીસ્ટ્રેશન, ફૂડ લાઇસન્સ (FSSAI), બિઝનેસ લાયસન્સ અથવા પ્રોપર્ટી લીઝ એગ્રિમેન્ટ અને Pan Card જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.

માર્કેટિંગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ, સ્ટોલની આકર્ષક ડિઝાઇન અને કૉમ્બો ઓફર્સ ખાસ ઉપયોગી બને છે. યોગ્ય પ્લાનિંગ, મહેનત અને ગુણવત્તાવાળા ઉત્પાદનો સાથે 'દાબેલી બિઝનેસ' એક નફાકારક અને લાંબા સમય સુધી ચાલનારો વ્યવસાય બની શકે છે.
'દાબેલી' કેવી રીતે બનાવવી? જાણવા માટે અહીંયા ક્લિક કરો
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
