indian women team : મહિલા હોકી ટીમની આ 5 ધાકડ ગર્લ્સે રચ્યો ઈતિહાસ, જાણો કઈ રીતે થયો ચમત્કાર

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલાઓએ જબરદસ્ત રમત બતાવી ઑસ્ટ્રેલિયાઇ ટીમને ધૂળ ચટાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 3:25 PM
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો(Tokyo Olympics 2020) ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલ મેચમાં શાનદાર રમત દર્શાવી છે. મહિલા હોકી ટીમે પ્રથમ વખત પોતાનું સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે.

1 / 8
 ટોક્યો ઓલિમ્પિક્સ ભારતીય મહિલા ટીમે તેની પ્રથમ ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલ રમી હતી અને હવે પ્રથમ વખત સેમિફાઇનલમાં પણ પોતાની તાકાત બતાવશે. ડ્રેગફ્લીકર ગુરજીત કૌર, નવનીત કૌર, વંદના કટારિયા, ગોલકીપર સવિતાનો જબરદસ્ત બચાવ અને કેપ્ટન રાની રામપાલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે ટીમની જેમ દરેક વ્યક્તિએ તકને ગોલમાં ફેરવી અને વિરોધીઓને આકરો જવાબ પણ આપ્યો હતો.

2 / 8
મહિલા હોકીની શરુઆત 1980માં ઓલિમ્પિકમાં થઈ હતી. તે પછી ભારત માત્ર એક સ્થાનથી મેડલ મેળવવામાં ચૂકી ગયું હતું. તે ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમનો પ્રવાસ ચોથા નંબર પર સમાપ્ત થયો હતો. ત્યારબાદ દરેક ઓલિમ્પિકમાં મેડલથી દૂર રહ્યા, પરંતુ ભારતીય મહિલાઓએ ટોક્યોમાં મેડલની આશા જગાવી છે.

3 / 8
રમતની 22 મી મિનિટમાં ગુરજીત કૌરે ભારત માટે એકમાત્ર ગોલ પેનલ્ટી કોર્નર પર કર્યો હતો. સેમિફાઇનલમાં, મહિલા ટીમ હવે બુધવારે આર્જેન્ટિના સામે ટકરાશે, જેણે બીજી ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીને 3-0થી હાર આપી છે.

4 / 8
એક ગોલથી આગેવાની લીધા બાદ ભારતીય ટીમે ગોલ બચાવવામાં પોતાની તમામ તાકાત લગાવી હતી, જેમાં તે સફળ પણ રહી હતી.

5 / 8
 ગોલકીપર સવિતાએ શાનદાર રમત બતાવી અને બાકીના ખેલાડીઓએ તેને સારો ટેકો આપ્યો. છેલ્લા બે ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ સતત હુમલો કર્યો. પરંતુ ભારતીય ટીમે તેમને સારી રીતે નિષ્ફળ કરી હતી અને જેમ જેમ અંતિમ સીટી વગાડવામાં આવી, ભારતીય મહિલા ખેલાડીઓએ ખુશીમાં ઝુમી ઉઠી હતી

6 / 8
ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે મજબૂત માનવામાં આવતું હતું. તેની પાછળનું કારણ એ હતું કે, ઓસ્ટ્રેલિયાની ટીમ 3 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન હતી. પરંતુ જ્યારે ભારતીય મહિલાઓએ રમવાનું શરૂ કર્યું, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પર હાવી રહી હતી.અને ઈતિહાસ રચ્યો અને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી.

7 / 8
 ગુરજીત કૌરના એક ગોલએ ભારતને લીડ અપાવી હતી. ગોલકીપર સવિતાએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર રમત દર્શાવી હતી અને બાકીના ડિફેન્ડર્સે તેને સારો ટેકો આપ્યો હતો. રાની રામપાલની આગેવાની હેઠળની ટીમની આ જીત પણ નોંધપાત્ર છે કારણ કે, ટીમને પૂલ સ્ટેજમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. લાલરેમસિયામી અને વંદના કટારિયાએ આ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વંદના કટારિયાએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 3 ગોલ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">