Surat: શુભ પ્રસંગોમાં પોસ્ટરમાં ‘અન્ન બચાવો જીવ બચાવો’નું સૂત્ર લખી લોકોને જાગૃતિ કરી રહ્યા છે આ સામાજિક કાર્યકર

શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 6:24 PM
'અન્ન બચાવો જીવ બચાવો'ના સૂત્ર સાથે સુરતમાં સામાજિક કાર્યકર નિલેશ ધીરૂભાઈ જીકાદરા છેલ્લા બે વર્ષથી આ લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. જેઓ શહેરના સમુહલગ્ન, સ્નેહમીલન વિવિધ શુભ પ્રસંગોમાં ભોજન સમારોહમાં પબ્લિકની સામે જમતી વખતે પોસ્ટર લઈને ઊભા રહે છે લોકોને માહિતગાર કરે છે કે, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લેવું. લીધું હોય તેટલું રસોઈયા કે પીરસનારની ભુલ કાઢ્યા વગર ખાઈ જવું.

1 / 5
તે ઉપરાંત જય કિસાનનાં નારાને ખરા અર્થમાં સાર્થક કરી સમૃદ્ધ અને સશક્ત ભારતનાં નીર્માણમાં સહભાગી થવું. લોકો પણ આ કાર્યને બિરદાવે છે આ રીતે જગ્યાઓ ઉપર 10 થી 12 વડીલો અને છોકરાઓ ઉભા રહે છે.

2 / 5
તેમની આ રીતે 10 થી 12 ટીમો છે અને જમણવારમાં જે પણ ભોજન રસોડામાં બચે છે. પ્રસંગ કરનાર વ્યક્તિને તે ભોજન જરૂરીયાત મંદ લોકોને પોંહચાડવા માટે જેતે સંસ્થાને કોન્ટેક્ટ કરી ભોજન પોહચાડવામાં આવે છે.

3 / 5
આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

4 / 5
રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">