Love Story : અખિલેશ-ડિમ્પલની ફિલ્મી પ્રેમકથા: અજોડ સંઘર્ષ બાદ લગ્નના બંધન સુધીની સફર
પ્રેમ એ એવી લાગણી છે કે જ્યાં ન સમય ન સંજોગોની મરજી કાર્ય કરે છે. જ્યારે દિલથી કોઈને અપનાવવાની જીદ થાય, ત્યારે આખો જગત નાનો લાગી જાય. અખિલેશ અને ડિમ્પલ યાદવની કહાની પણ આવી જ હતી.

પ્રેમ એ એવી લાગણી છે કે જ્યાં ન સમય ન સંજોગોની મરજી કાર્ય કરે છે. જ્યારે દિલથી કોઈને અપનાવવાની જીદ થાય, ત્યારે આખો જગત નાનો લાગી જાય. અખિલેશ અને ડિમ્પલ યાદવની કહાની પણ આવી જ હતી. પરિવારના વિરોધ વચ્ચે પણ બંનેએ પ્રેમને જાળવી રાખ્યો અને અંતે લગ્નના પવિત્ર બંધન સુધી પહોંચ્યા.

અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવની પ્રેમકથા એક એવી કહાની છે જે જાણે કોઈ ફિલ્મી કથાની રીતે જીવંત બની છે. આ પ્રેમસફરમાં અખિલેશે ડિમ્પલનું દિલ જીતવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. યુવા ઉમર દરમિયાન શરૂ થયેલી આ કહાનીમાં તે સમયગાળા દરમિયાન અખિલેશની ઉંમર માત્ર 21 વર્ષ હતી, જ્યારે ડિમ્પલ માત્ર 17 વર્ષની હતી.

અખિલેશ યાદવ એન્જિનિયરિંગના અભ્યાસમાં હતા, જ્યારે ડિમ્પલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં થઈ હતી, જ્યાં પ્રથમ મુલાકાતમાં જ બંને એકબીજાથી ખૂબ પ્રભાવિત થયા હતા.

મુલાકાત બાદ અખિલેશ અને ડિમ્પલની વાતચીત સતત ચાલતી રહી. અભ્યાસ માટે વિદેશ ગયાં પછી પણ બંને સંપર્કમાં રહ્યા. અખિલેશ યાદવ પત્રો મારફતે ડિમ્પલ સાથે સંકળાયેલા રહ્યા અને સમય સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો.

અખિલેશ યાદવ અને ડિમ્પલે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું. વિદેશથી પરત આવ્યા બાદ અખિલેશે લગ્ન માટે તૈયારી શરૂ કરી. તેણે ડિમ્પલ વિશે પોતાની દાદીને જણાવ્યું, જોકે પરિવારના કેટલાક સભ્યો લગ્ન માટે સહમત નહોતા.

અખિલેશના પિતા મુલાયમ સિંહ યાદવ પણ આ સંબંધ માટે રાજી નહોતા, કારણ કે ડિમ્પલ રાજપૂત પરિવારથી હતી. બીજી તરફ, ડિમ્પલના પિતાશ્રી પણ આ સંબંધ માટે તૈયાર નહોતા.

પરિવારના વિરોધ વચ્ચે પણ અખિલેશ અને ડિમ્પલ લગ્ન માટે દૃઢ રહ્યા. અંતે મુલાયમ સિંહ યાદવ માની ગયા અને બંનેના લગ્ન માટે મંજૂરી આપી.

24 નવેમ્બર 1999ના રોજ અખિલેશ અને ડિમ્પલ લગ્નના બંધનમાં બંધાયા. બંને પરિવારોની મંજુરી બાદ તેમની પ્રેમકથા સફળ બન્યી અને આજ સુધી બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
વિજય અને અંજલિ રૂપાણીની પ્રેમકથા, રાજકારણ વચ્ચેની મુલાકાતથી જીવનસાથી બનવાનો સફર, વિજય રૂપાણી વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.
(આ માહિતી પબ્લિક ડોમેનમાંથી એકત્રિત કરવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીની પુષ્ટિ કરતું નથી.)
