Ahmedabad Plane Crash Compensation : વિમાન દુર્ઘટનામાં પ્રિયજનોને ગુમાવનાર પરિવારજનોને તાત્કાલિક સહાય ચૂકવવાની શરૂઆત
એર ઈન્ડિયાએ 12 જૂન 2025 ની દુર્ઘટનાના પીડિતોના પરિવારોને 25 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરી છે. 15 જૂનથી શરૂ થયેલ હેલ્પડેસ્ક મારફતે સહાય પ્રક્રિયા ઝડપી બની છે. ટાટા સન્સ દ્વારા વધારાની સહાય પણ આપવામાં આવી રહી છે.

એર ઈન્ડિયા તરફથી 12 જૂન 2025ના દુઃખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારજનો માટે સહાનુભૂતિ સાથે સહયોગ આપી રહ્યું છે. એર ઈન્ડિયા અને તેની પેરેન્ટ કંપની ટાટા સન્સ સમગ્ર રીતે આ પરિવારોને સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

15 જૂનથી શરૂ થયેલા કેન્દ્રિય હેલ્પડેસ્ક દ્વારા મૃતકોના પરિવારો અને બચી ગયેલા વ્યકિતને તાત્કાલિક આવશ્યકતાઓ માટે રૂ. 25 લાખ અથવા અંદાજિત GBP 21,500 ની અંતરિમ સહાયની પ્રક્રિયા સરળતાથી ચલાવવામાં આવી રહી છે. આ એકજ વિંડો સિસ્ટમ દસ્તાવેજીકરણ ઝડપથી પૂર્ણ કરી સહાયની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવામાં મદદરૂપ થાય છે.

20 જૂન 2025થી સહાય રકમ આપવાની શરૂ થઈ ગયું છે, જેમાં અત્યાર સુધી ત્રણ પરિવારોને ચુકવણી કરવામાં આવી છે અને અન્ય અરજીઓ પ્રક્રિયામાં છે. ટાટા સન્સ દ્વારા અગાઉ જ જાહેર કરાયેલા રૂ. 1 કરોડ અથવા GBP 85,000 ની સહાય ઉપરાંત આ અંતરિમ સહાય આપી રહી છે.

આ દુર્ઘટનાના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ કે અન્ય રીતે ઘાયલ થયેલા લોકો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે પણ એર ઈન્ડિયા સંપર્ક કરી સહાયની પ્રક્રિયા શરૂ કરી રહી છે. ટાટા જૂથની 17 કંપનીઓમાંથી અને એર ઈન્ડિયાના 500થી વધુ સ્વયંસેવકો દુકાળગ્રસ્તોને મદદરૂપ બની રહ્યા છે. દરેક અસરગ્રસ્ત પરિવાર માટે એર ઈન્ડિયાની વિશેષ સહાયતા ટીમમાંથી તાલીમપ્રાપ્ત એક કેરગિવર 24x7 ઉપલબ્ધ છે.

ડીએનએ ઓળખ પ્રક્રિયા સહિત હોસ્પિટલમાં ચાલી રહેલી તમામ પ્રક્રિયામાં પરિવારોને સહાય આપવામાં આવી રહી છે. જયારે મૃતદેહ હોસ્પિટલમાંથી રિલીઝ થાય છે ત્યારે કેરગિવર પરિવારો સાથે રહે છે, અંતિમવિધિ અને પરિવહનને માન-મર્યાદા સાથે સુનિશ્ચિત કરે છે. મુસાફરી, રહેઠાણ, સારવાર અને અંતિમવિધિ સહિતની તમામ જરૂરિયાતો માટે પણ આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

આ સમયગાળામાં સ્પષ્ટ અને સંવેદનશીલ સંચાર જરૂરી છે, તે માટે સ્વયંસેવકો સ્થાનિક ભાષાઓમાં પણ સંવાદ કરી રહ્યાં છે. આને સાથે, અમદાવાદમાં તાલીમપ્રાપ્ત ડોક્ટરો અને મનોવિજ્ઞાનીઓની ટીમ દ્વારા માનસિક આરોગ્ય માટે કાઉન્સેલિંગ આપવામાં આવી રહી છે, જયારે નર્સ અને ફાર્માસિસ્ટ સહિતની મેડિકલ ટીમ શારીરિક તકલીફો અને સારવારના મુદ્દાઓ સંભાળી રહી છે. 12 જૂનથી શરૂ થયેલા બે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર આજે પણ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પરિવારો માટે માહિતી અને સહાય પૂરી પાડી રહ્યા છે. અંતે, જેમ અમારી ચેરમેનએ કહ્યું છે તેમ – હવે આ પરિવારો ‘ટાટા પરિવાર’નો ભાગ છે. અમદાવાદમાં કાર્ય પૂર્ણ થયા બાદ પણ એર ઈન્ડિયા અને ટાટા સન્સ અસરગ્રસ્તો માટે સતત અને અખંડ સહયોગ આપતા રહેશે, જેથી તેઓ આ વિપત્તિથી બહાર આવી શકે.
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું, વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
