સ્વપ્ન સંકેત: ખરાબ સપના આવવાનું કારણ શું છે, આ ઉપાય કરવાથી મળશે છુટકારો
સ્વપ્ન સંકેત: સપનાનું એક વિજ્ઞાન છે જેને સ્વપ્ન શાસ્ત્ર કહેવામાં આવે છે. આ મુજબ, સપનામાં જોવા મળતી વસ્તુઓ અથવા ઘટનાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે કંઈક મેસેજ આપે છે. આ મેસેજ શુભ અને અશુભ બંને હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ખરાબ સપનાના કેટલાક કારણોની સાથે તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્ન આપણા ભવિષ્ય વિશે કંઈક સંદેશ આપે છે. ઘણા લોકોને ખરાબ સપના આવે છે જેના કારણે તેઓ અડધી ઊંઘમાં ડરથી જાગી જાય છે. આ સમસ્યા વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. ચાલો જાણીએ ખરાબ સપનાઓથી છુટકારો મેળવવાના રસ્તાઓ.

ખરાબ સપનાઓનું કારણ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પથારીમાં બેસીને ખાવાની આદત યોગ્ય માનવામાં આવતી નથી. આમ કરવાથી, તમારે ખરાબ સપનાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં વધુ નેગેટિવ એનર્જીને કારણે ડરામણા સપના પણ આવે છે. પિતૃ દોષને કારણે લોકોને ખરાબ સપના પણ આવે છે. તેથી તમારી કુંડળી ચેક કરાવો.

ખરાબ સપનાઓ માટે ઉપાય: જો કોઈ વ્યક્તિને સતત આવા અશુભ સપનાઓ આવતા હોય, તો તેણે સવારે ઉઠીને શિવ મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવો જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આનાથી તમે કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચી શકો છો.

હનુમાન ચાલીસાનો પાઠ: જો તમને સતત ખરાબ સપનાઓ આવતા હોય તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી સંકટ મોચન હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી ખરાબ સપનાઓથી રાહત મળે છે. જો તમે ઈચ્છો તો તમે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો.

ફટકડીનો ઉપાય: ખરાબ સપનાઓથી છુટકારો મેળવવા માટે ફટકડીનો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પલંગ નીચે કાળા કપડામાં થોડી ફટકડી બાંધી રાખો. આમ કરવાથી તમને ધીમે-ધીમે ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે.

રૂમમાં કપૂર પ્રગટાવો: રાત્રે સૂતા પહેલા તમારા રૂમમાં કપૂર બાળો. તેની સુગંધ વાતાવરણને સકારાત્મક રાખે છે. જેના કારણે તમને સારી ઊંઘ આવે છે અને ખરાબ સપના આવવાની સમસ્યા પણ દૂર થાય છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'અવનવી રેસિપીની સ્ટોરી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
