Surendranagar News: થાનગઢમાં પરપ્રાંતીયોને નવરાત્રીથી મળી રોજગારી, બનાવે છે કોડિયા અને ગરબો, જુઓ Photos
ગુજરાત સહિત દેશ ભરમાંથી આવતા પરપ્રાંતીયોને સીરામીક ઉદ્યોગ રોજી રોટી પુરી પાડે છે થાનગઢ ગામમાં સીરામીકના નાના ગૃહ ઉદ્યોગો ફાલ્યા ફુલ્યા છે, હિન્દુ શાસ્ત્રમાં માટીના કોડીયાનું મહત્વ રહેલ છે, જેથી હજુ પણ નવરાત્રી અને દિવાળી દરમિયાન માટીના ગરબા અને કોડીયાની માંગ રહેતી હોય છે. થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં સીરામીક ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે અને ગુજરાત સહિત દેશ ભરમાંથી આવતા પરપ્રાંતીયોને સીરામીક ઉદ્યોગ રોજી રોટી પુરી પાડે છે થાનગઢ ગામમાં સીરામીકના નાના ગૃહ ઉદ્યોગો ફાલ્યા ફુલ્યા છે અને લોકોને ઘરે બેઠા રોજીરોટી મળી રહે છે.

ત્યારે હાલ હવે નવલા નોરતા આવી રહ્યા છે અને માં અંબાની આરાધના કરવા ધર્મપ્રેમી મહિલાઓ બાળકીઓ થનગની રહી છે, ત્યારે થાનગઢ સીરામીક ઉધોગમાં રંગ બેરંગી માટીના કોડીયા ગરબા બનવાના શરૂ થઇ ગયા છે.

હાલ ઇલેક્ટ્રોનિક લાઇટનિંગ કોડીયા આવે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રમાં માટીના કોડીયાનું મહત્વ રહેલ છે, જેથી હજુ પણ નવરાત્રી અને દિવાળી દરમિયાન માટીના ગરબા અને કોડીયાની માંગ રહેતી હોય છે.

થાનગઢ શહેરમાં હજુ પણ આવા રંગીન કોડીયા ગરબા માટલા બનાવવાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે અને આજુબાજુની મહિલાઓ અને પુરૂષોને રોજના ત્રણસોથી પાંચસૌ રૂપીયા રોજગારી પુરી પાડે છે.

નવરાત્રીમાં માંની ભક્તિ તેમજ આરાધના પર્વનુ અનેરૂ મહત્વ હોઇ છે, ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનું અનેરૂ મહત્વ હોઇ છે, થાનગઢના કારીગરો દ્રારા વર્ષોથી ગરબા બનાવવામાં આવે છે જેમા અલગ અલગ ડિઝાઇન પેઇન્ટિંગ કરીને ગરબાને અનેરૂ ઓપ આપવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન ભક્તો મંદિરમાં પણ ગરબો મુકતા હોઇ છે ત્યારે માં અંબાનું આરાધનાનું પર્વ નવરાત્રી આવે છે ત્યારે થાનગઢની ઉદ્યોગ નવરાત્રીમાં કોઇની રોજીરોટી માટે પણ મહત્વનું બન્યુ છે. (Input Credit: sajid Belim)