17 ઓગસ્ટે બનશે સૂર્ય-કેતુનો દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનું બદલાશે ભાગ્ય
નવગ્રહોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા સૂર્ય દેવ હવે ગોચર દરમિયાન પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, કારણ કે સિંહ રાશિમાં પહેલેથી જ રહેલો કેતુ પણ સ્થિત છે, આ સ્થાન પર એક વિશિષ્ટ અને પ્રભાવશાળી યોગ સર્જાવા જઈ રહ્યો છે. સૂર્ય અને કેતુના મિલનથી બનતી આ યુતિ પાંચ રાશિઓ માટે નોંધપાત્ર રીતે શુભફળદાયી સાબિત થવાની સંભાવના છે.

આ વર્ષે 17 ઓગસ્ટના રોજ સૂર્ય ગ્રહ પોતાનો ગોચર પૂર્ણ કરશે અને પોતાનીજ રાશિ, સિંહમાં પ્રવેશ કરશે. સૂર્ય સિંહ રાશિના સ્વામી હોવાથી, તેનો આ પ્રવેશ વર્ષમાં ફક્ત એક જ વાર થાય છે. આ વર્ષે આ યોગને વધુ ઉર્જાવાન બનાવે છે કે સિંહ રાશિમાં પહેલેથી જ કેતુની હાજરી છે, જે એક તીવ્ર અને ક્રૂર ગ્રહ તરીકે ઓળખાય છે. ખાસ વાત એ છે કે કેતુ લગભગ 18 વર્ષની લાંબી અવધિ બાદ ફરીથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. (Credits: - Canva)

કેતુ દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે અને આવા પરિવર્તનોના દૌરામાં લગભગ 18 વર્ષની અંતરાલે તે ફરીથી સિંહ રાશિમાં પહોંચે છે. આ વખતે તે સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે સૂર્ય પણ પોતાની જ રાશિ એટલે કે સિંહમાંઆવશે. જેના કારણે સૂર્ય અને કેતુનો વિશિષ્ટ સંયોગ રચાય છે. આવા યોગનો પ્રભાવ તમામ રાશિ પર જણાશે, પરંતુ કેટલીક રાશિઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક સાબિત થઈ શકે છે. (Credits: - Canva)

સૂર્ય અને કેતુની યુતિ મેષ રાશિના જાતકો માટે કારકિર્દી તથા વ્યક્તિગત સંબંધો બંને ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવી શકે છે. સંબંધમાં રહેલા લોકો માટે આ સમય લગ્નની દિશામાં પગલાં ભરવા યોગ્ય ગણાઈ શકે છે, અને પરિવાર તરફથી સહમતિ મળવાની શક્યતા પણ ઊભી થાય છે. સાથે સાથે નોકરી કરતા લોકોને તેમના કામમાં પ્રમુખતાપૂર્વક ઓળખ મળી શકે છે, અને તેમની પ્રતિભાને યોગ્ય મૂલ્યાંકન મળે તેવી સંભાવના છે.

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તેઓ આધ્યાત્મિકતામાં વધુ રસ લેતા થઈ શકે છે અને તેમનો માનસિક શક્તિ મજબૂત બને તેવી સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે, જેમાં તેમની કુશળતા અને શ્રમને ઓળખ મળશે. આવકના નવા માર્ગો ખુલી શકે છે અને આર્થિક રીતે સ્થિરતા મેળવવામાં પણ સહાયરૂપ બની શકે છે.

તુલા રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ વ્યવસાયિક ક્ષેત્રે એક નવી ઉર્જા લાવી શકે છે. અગાઉથી ચાલી રહેલી કેટલીક સમસ્યાઓનો આ સમયગાળા દરમિયાન ઉકેલ મળી શકે છે. નાણાકીય પ્રવાહમાં વૃદ્ધિ થવાની શક્યતા છે અને ઘણા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણતા તરફ આગળ વધી શકે છે. સાથે જ કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીમાં સફળતા મળી શકે છે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થવાની શક્યતાઓ પણ રહેલી છે.

17 ઓગસ્ટ પછીનો સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ રહી શકે છે. તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે અને કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રે તમારી કામગીરીમાં પણ સુધારો થવાની શક્યતા રહેશે, જેનાથી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નિયમિત અને સંયમિત જીવનશૈલી અપનાવવાથી દરેક ક્ષેત્રે સકારાત્મક પરિણામો મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ કારકિર્દીના ક્ષેત્રમાં નવી દિશા લઇ આવી શકે છે. આ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા રહેલી છે, જેના સ્વરૂપ તમને પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે. આવકના એકથી વધુ માર્ગ ખુલ્લા પડી શકે છે,જે તમને આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જશે. કોઈ વિશેષ અવસર તમને મળવાની સંભાવના છે, જેને સરળતાથી હાથમાંથી જવા દેવું નહીં. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
