Stocks Forecast : શું તમે પણ આ ‘3 સ્ટોક’માં રોકાણ કર્યું છે ? એકવાર પોર્ટફોલિયો જરૂરથી ચેક કરજો, તમને ફાયદો થશે કે નહીં ?
સ્ટોક માર્કેટના રોકાણકારો માટે ખાસ સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, અદાણીથી લઈને એશિયન પેઈન્ટ્સ સુધીના શેર પર નિષ્ણાતોએ ભવિષ્યવાણી કરી છે.

'Adani Ports'ના સ્ટોકને લઈને 23 એનાલિસ્ટે તેમના મંતવ્યો રજૂ કર્યા છે. હવે 22માંથી 21 લોકોએ આ સ્ટોકને ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 1 એનાલિસ્ટનું માનવું છે કે, જો તમારી પાસે આ શેર હોય તો તમારે તેને 'હોલ્ડ' પર રાખવા જોઈએ.

શેર હાલમાં 1479.40 રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યો છે અને નિષ્ણાતોનું માનવું છે કે, આ સ્ટોકનો ભાવ ભવિષ્યમાં ₹1708.25 ની કિંમતે જોવા મળી શકે છે. ગ્રાફમાં દર્શાવ્યા અનુસાર, આ શેર આવનારા 1 વર્ષમાં +28.43% વધીને ₹1900 પર પહોંચી શકે છે. જો ભાવ ઘટશે 'Adani Ports'ના સ્ટોક -0.23% સાથે ₹1476 પર જોવા મળી શકે છે, તેવી શક્યતા છે.

'Hindustan Unilever Limited'ના સ્ટોક પણ રોકાણકારોને લાંબાગાળે સારું રિટર્ન આપશે તેવી સંભાવના છે. 40માંથી 31 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ આપી છે, જ્યારે 7 લોકોએ સ્ટોકને 'Hold' રાખવાની સલાહ આપી છે. વધુમાં 2 એનાલિસ્ટનું માનવું છે કે, આ શેર વેચી દેવાય.

ભવિષ્યમાં એટલે કે આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +24.44% વધીને ₹3240 પર પહોંચી શકે છે અને જો ઘટાડો આવશે તો, આ જ શેર -24.49% ઘટીને ₹1966 ની નીચી સપાટીએ આવી શકે છે. ટૂંકમાં જોઈએ તો, આ શેર એક વર્ષમાં ₹2761.60 ની આસપાસ જોવા મળશે, તેવો અનુમાન નિષ્ણાતો લગાવી રહ્યા છે.

હવે વાત કરીએ 'Asian Paints Ltd.' ની તો આ શેર હાલ ₹2,507.80 પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સ્ટોક આવનારા સમયમાં ₹2411.40 ની આસપાસ જોવા મળી શકે છે. 'Asian Paints Ltd.' ના શેર પર 36 લોકોએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. આ સ્ટોક વધુમાં વધુ +17.03% વધીને ₹2935.00 પર અને જો ઘટાડો થશે તો -23.88% સાથે ₹1909.00 પર જોવા મળી શકે છે.

36માંથી 17 લોકોએ 'Asian Paints Ltd.' ના શેરને વેચવાની સલાહ આપી છે. બાકીના 10 લોકોનું કહેવું છે કે, આ સ્ટોક હજુ પણ ખરીદી શકાય. નોંધનીય છે કે, 9 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. આના જેવી બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
