Stock Market: 192% થી વધુનો વધારો! શું સ્ટીલ કંપનીનો શેર ‘રોકેટ’ની માફક ઉડવા લાગશે? સ્ટોક ₹200 ની નવી ઊંચાઈએ પહોંચશે
બ્લુ-ચિપ સ્ટોક છેલ્લા વર્ષમાં 16% થી વધુ વધ્યો છે. છેલ્લા 5 વર્ષમાં તેમાં 192% થી વધુનો વધારો થયો છે. જો કે, ગયા મહિનામાં શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવાર, 26 નવેમ્બરના રોજ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, સરકાર કેટલીક સ્ટીલ પ્રોડક્ટસ પર ઇમ્પોર્ટ ટેરિફ, જેને લોકલ ભાષામાં 'સેફગાર્ડ ડ્યૂટી' કહેવામાં આવે છે, તે વધારવાનો વિચાર કરી રહી છે, જેથી ખાસ કરીને ચીનમાંથી થતી સસ્તી આયાતને રોકી શકાય.

આના કારણે સ્ટીલ કંપનીના શેરમાં વધારો થયો હતો. બુધવારે 1 વાગીને 50 મિનિટ પર સ્ટીલ કંપનીના શેર ₹169.08 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે લગભગ 1.65% જેટલો વધારો દર્શાવે છે.

ઓગસ્ટમાં, સરકારે ટ્રેડ મિનિસ્ટ્રી હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝના ફાઇનલ પરિણામના ભાગ રૂપે 3 વર્ષ માટે કેટલીક સ્ટીલ પ્રોડક્ટસ પર 11%-12% જેટલો ઇમ્પોર્ટ ટેરિફ લાદવાની ભલામણ કરી હતી. હજુ સુધી સત્તાવાર માહિતી નથી આવી પરંતુ સરકાર આ અંગે નિર્ણય લેવાનું વિચારી શકે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટીલ કંપનીના શેરમાં 23% થી વધુનો વધારો થયો છે. આ બ્લુ-ચિપ સ્ટોક ગયા વર્ષે 16% થી વધુ વધ્યો છે. વધુમાં 5 વર્ષમાં તેમાં 192% થી વધુનો વધારો થયો છે. જો કે, ગયા મહિનામાં શેરમાં ઘટાડો થયો છે.

PHD કેપિટલના ફાઉન્ડર અને CEO પ્રદીપ હલ્દરે કહ્યું કે, "Tata Steel એક બ્લુ-ચિપ કંપની છે. આ શેર છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહ્યો છે પરંતુ આજે તેમાં રિકવરી જોવા મળી રહી છે. જો તમારી પાસે આ શેર છે, તો તેને Hold કરી રાખો. આ શેર ₹195 થી ₹200 ની આસપાસ પહોંચી શકે છે. બીજું કે, ₹150 પર Stop Loss મૂકો."

સ્ક્રીનરના મતે, કંપનીનું માર્કેટ કેપ ₹2,11,159 કરોડ જેટલું છે. કંપનીનો P/E 28.7 છે, જે સ્ટીલ સેક્ટરની સામાન્ય સરેરાશ કરતા ઘણો વધારે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
