Virdhawal-Rujuta Khade : નંબર બ્લોક કર્યા પછી પતિ-પત્ની બન્યા, હવે સાથે મળીને ચેમ્પિયન બન્યા
Virdhawal- Rujuta Khade: એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા વીરધવલ ખાડે તેની પત્નીનો નંબર બ્લોક કરતો હતો કારણ કે તે કોલેજના સમયમાં પ્રોફેસરના ડરને કારણે તેના મેસેજનો જવાબ આપી શકતો ન હતો. બંનેની આ લવસ્ટોરી અદ્દભુત છે

એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા વીરધવલ ખાડે અને તેની પત્ની રૂજુતા હાલમાં નેશનલ ચેમ્પિયન બન્યા હતા. રૂજુતાએ મહિલાઓની 50 મીટર ફ્રી સ્ટાઇલમાં 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ ખિતાબ જીત્યો હતો. તે જ સમયે, તેના પતિ ઓલિમ્પિયન વીરધવલ 50 મીટર બટરફ્લાય અને ફ્રી સ્ટાઇલમાં ચેમ્પિયન બન્યા હતા. રુજુતા માટે તે હજુ પણ સ્વપ્ન જેવું જ લાગે છે.

વીરધવલનું કહેવું છે કે, જ્યારે તેના અને રુજુતાના લગ્ન થયા તો બંન્ને સ્વિમિંગથી દુર હતા. રુજુતાને ચેમ્પિયન બનાવવામાં વીરધવલનો મોટો હાથ રહ્યો છે. બંન્નેની લવ સ્ટોરી શાનદાર છે. બંન્નેની સ્ટોરી અંદાજે 8 વર્ષ પહેલા શરુ થઈ હતી. વીરધવલને જીમખાનામાં માનદ સભ્યપદ આપવામાં આવ્યું હતું જ્યાં રૂજુમા દરરોજ તાલીમ લેતી હતી

બંન્ને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરુ થઈ ત્યારબાદ વીરધવલે રજુતાની સાથે ટ્રેનિંગ શરુ કરી અને વાતચીત આગળ વધી. વીરધવને તેને લિફ્ટ આપવાની તેમજ ઘરે છોડવાની ઓફર પણ આપી હતી. જ્યારે બંન્ને એક બીજાને ડેટ કરવાનું શરુ કર્યું તે સમયે રુજુતા કોલેજમાં હતી. ક્લાસમાં પ્રોફેસર રુજુતાને ફોનમાં ચેટિંગ કરતા જોઈ ગયા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર જવાબ ન મળવા પર વીરધવલને રુજુતાએ 2 દિવસ બ્લોક કર્યો હતો. 2017માં બંન્ને લગ્નનના બંધનમાં બંધાયા અને જીંદગીની નવી સફર શરુ, 2014માં સ્વિમિંગ છોડનારી રુજુતાને ફરી પાણીમાં ઉતરવા માટે વીરધવલને મોટિવેટ કર્યો હતો.

બીજી બાજુ, 2016 રિયો ઓલિમ્પિકમાં ચૂકી ગયા પછી, વીરધવલ પણ 2018 એશિયાડમાં પુનરાગમન કરવાના ઇરાદા સાથે મહારાષ્ટ્રથી બેંગલુરુ શિફ્ટ થયો હતો. જ્યાં રુજુતા પણ આવી. હવે રુજુતાએ 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો. તેમણે 26.61 સેકેન્ડના સમયની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેમણે શિખા ટંડનના 2003માં બનાવેલા નેશનલ રેકોર્ડ તોડ્યો હતો.( All PC: Virdhawal Khade Instagram)