FIFA Rankingમાં ભારતીય ટીમ 99માં ક્રમે, World cup 2026માં કવોલિફાયર માટે કેટલું મહત્વનું ?

Indian football team FIFA ranking : ભારતમાં ક્રિકેટની જેમ હવે ફૂટબોલનો પણ ક્રેઝ વધી રહ્યો છે. ભારતીય ફૂટબોલ ટીમ પોતાના પ્રદર્શનથી ભારતમાં ફૂટબોલની ફેન ફોલોઈંગનો બેઝ પાક્કો કરી રહ્યા છે. તેવામાં ભારતીય ફૂટબોલ ટીમના ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:10 AM
ભારતીય ફૂટબોલ ટીમે ફિફા રેન્કિંગમાં છલાંગ લગાવી છે. મોરિટાનિયાની ફૂટબોલ ટીમને પછાડીને ભારતીય ટીમ ફિફા રેકિંગમાં નંબર 99 પર પહોંચી છે.

1 / 5
આ પહેલા ભારતનું શ્રેષ્ઠ ફિફા રેન્કિંગ 94મું હતુ, જે વર્ષ 1996માં પ્રાપ્ત થયુ હતુ. ત્યારબાદ વર્ષ 1993માં 99માં સ્થાને અને  વર્ષ 2017 -2018માં 96માં સ્થાને ભારત પહોંચ્યુ હતુ. ગયા મહિને ભારતીય ટીમની રેકિંગ 100માં સ્થાને હતી. વર્ષ 2018 પછી ફરી ભારતીય ફૂટબોલ ટીમ ટોપ 100ની રેકિંગમાં આવ્યુ છે.

2 / 5
ભારતીય ટીમની રેકિંગ 99 ક્રમ છે, જેનો અર્થ એ છે કે તે એશિયામાં 18મી સૌથી ક્રમાંકિત ટીમ છે. અને FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર્સના પોટ 2માં ભારતીય ટીમ સ્થાન પ્રાપ્ત કરશે. વર્લ્ડ કપ ક્વોલિફાયરના પોટ 2 માં હોવાનો અર્થ એ છે કે ભારત પોટમાં સૌથી નીચા રેન્કવાળી ટીમ હશે. વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં 10 થી 17માં ક્રમની વચ્ચેની એશિયન ટીમોની ટક્કર થશે.

3 / 5
 બેક ટુ બેક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને SAFF ચેમ્પિયનશિપ જીતીને ભારતીય ફૂટબોલ ટીમે આ રેકિંગ મેળવી છે. AFC (એશિયન ફૂટબોલ કન્ફેડરેશન) રાષ્ટ્રો માટે FIFA ક્વોલિફાયરનો પ્રથમ રાઉન્ડ ઓક્ટોબર 2023માં શરૂ થશે. મેચોનો પ્રથમ લેગ 12 ઓક્ટોબરે અને મેચોનો બીજો લેગ 17 ઓક્ટોબરે યોજાશે.

4 / 5
 પુરુષ ટીમની સરખામણીએ મહિલા ટીમની રેકિંગ સારી છે. ભારતીય પુરુષ ટીમની રેકિંગ 99 છે જ્યારે મહિલા ફૂટબોલ ટીમની રેકિંગ 60 છે. બંને ટીમોની પ્રાઈઝ મનીમાં 60 ગણો તફાવત છે. મહિલા ફૂટબોલની ટુર્નામેન્ટની પ્રાઈઝ મની 10 લાખ હોય છે જ્યારે પુરુષ ફૂટબોલમાં 6 કરોડની પ્રાઈઝ મની હોય છે. પુરુષ ટીમની મેચ સ્ટાર સ્પોર્ટસ પર બતાવવામાં આવે છે, જ્યારે મહિલા ફૂટબોલ યૂ ટયૂબ પર બતાવવામાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">