Stock Market: 2 બોનસ, 1 સ્પ્લિટ અને 7 ડિવિડન્ડ! આ 10 કંપનીમાંથી રોકાણકારોને કયા શેરમાં વધારે ફાયદો થશે?
આવતા અઠવાડિયે શેરબજારમાં ખાસ હલચલ જોવા મળી શકે છે. વાત એમ છે કે, 2 બોનસ, 1 સ્પ્લિટ અને 7 ડિવિડન્ડ, આ 10 કંપનીઓ પર રોકાણકારો ખાસ નજર રાખવાના છે.

ઓર્ડર બેકલોગ 47% વધીને ₹16,205 કરોડ થયો છે. કંપનીએ જણાવ્યું હતું કે નવા ઓર્ડર ₹2,351 કરોડ પર સ્થિર રહ્યા છે. શેરમાં ઉછાળો આવતા રોકાણકારોને મોટો ફાયદો થયો છે.

મંગળવારે શરૂઆતના ટ્રેડિંગમાં સિમેન્સ એનર્જી ઇન્ડિયાના શેરમાં 4%નો ઉછાળો આવ્યો છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા પછી આ ઉછાળો આવ્યો. આનાથી છેલ્લા બે દિવસથી ચાલી રહેલા શેરમાં ઘટાડા બાદ મોટો ઉછાળો આવ્યો છે.

Ingersoll-Rand (India) Ltd તેના રોકાણકારોને રૂ. 55 ના વચગાળાના ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરી છે. આની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર છે. વધુમાં Power Finance Corporation Ltd તેના રોકાણકારોને 3.65 ડિવિડન્ડ આપી શકે છે, જેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર છે.

Shyamkamal Investments દ્વારા પણ 26 નવેમ્બરની રેકોર્ડ તારીખ સાથે રૂ. 0.10 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય AK Capital Services Ltd તેના રોકાણકારોને રૂ. 16 નું ડિવિડન્ડ આપી શકે છે અને તેની પેમેન્ટ માટેની રેકોર્ડ તારીખ 27 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

Aryavan Enterprise Ltd ના વચગાળાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ તેના રોકાણકારોને રૂ. 0.5 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. Meera Industries Ltd તેના રોકાણકારોને પ્રતિ શેર રૂ. 0.50 નું ડિવિડન્ડ આપી શકે છે. આ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. Nile Ltd ના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ રૂ. 5.0 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. તેના વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
