SEBI Chairperson: માધબી પુરી બુચ બન્યા SEBIના નવા ચેરપર્સન, જાણો તેમની કારકિર્દી અને શિક્ષણ
માધબી પુરી બુચને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રથમ વખત કોઈ મહિલા સેબીના વડા બન્યા છે.

માધબી પુરી બુચને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલીવાર છે કે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાંથી કોઈ મહિલાને માર્કેટ રેગ્યુલેટરની મહત્વની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

પ્રથમ વખત કોઈ મહિલા સેબીના વડા બન્યા છે. માધબી પુરી અગાઉ સેબીના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. અજય ત્યાગીના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે.

અજય ત્યાગીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. માધબી પુરીએ પોતાના કરિયરની શરૂઆત ICICI બેંકથી કરી હતી. તેણી 2011 સુધી ICICI સિક્યોરિટીઝમાં MD અને CEOના પદ પર રહી હતી.

2011 માં તેઓ સિંગાપોર ગયા જ્યાં તેમણી ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીમાં જોડાઈ. સેન્ટ સ્ટીફન્સ કૉલેજના સ્નાતક, બૂચે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદમાંથી એમબીએ કર્યું.

IIM અમદાવાદમાં અભ્યાસ કરનાર અને ICICI બેંક અને ગ્રેટર પેસિફિક કેપિટલમાં કામ કરનાર માધબી પુરી બુચને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.