Screenless Devices : નવા જમાનામાં લેપટોપ કે સ્માર્ટફોન પર નહીં હોય ‘સ્ક્રીન’, આ રીતે બદલાશે દુનિયા
Screenless Display Technology: ટેકનોલોજી એ આખી દુનિયામાં લોકોની જીંદગી બદલી નાંખી છે. હાલમાં આપણને કોઈ કોલ કરવા માટે સ્માર્ટફોનની જરુર પડશે. પણ આવનારા સમયમાં તને સ્ક્રીનલેસ ડિવાઈસની મદદથી અનોખી રીતે કોલ કરી શકશો.

ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિને કારણે સ્માર્ટફોન અને વીડિયો કોલની મદદથી લોકો વચ્ચેનું અંતર ઘટયું છે. પણ આવનારા સમયમાં આ ક્ષેત્રમાં પણ મોટો ફેરફાર થશે.

આવનારા સમયમાં તમારે સ્માર્ટફોન અને લેપટોપ પર કામ કરવાની જરુર નહીં પડે. આવનારા સમયમાં આવા ડિવાઈસ સ્ક્રીનલેસ થશે. કેનેડામાં તેની નાનકડી શરુઆત થઈ ગઈ છે. આવનારા સમયમાં તેના પર મોટી અપડેટ આવી શકે છે.

આવનારા સમયમાં સ્ક્રીનલેસ ડિસ્પલે ટેકનોલોજી આપણી દુનિયાને બદલી નાખશે. આવનારા સમયમાં સ્ક્રીનની જરુર નહીં પડે અને સ્માર્ટફોનને પોતાની પાસે રાખવાની પણ જરુર નહીં પડે.

પ્રખ્યાત ટોક શો TED Talkમાં સ્ક્રીનલેસ ટેક્નોલોજી પરથી પરદો ઉઠાવ્યો છે. એપલના પૂર્વ કર્મચારી અને Humaneના ફાઉન્ડર ઈમરાન ચૌધરી એ ટેડ ટોકમાં એક AI ડિવાઈસ પ્રદર્શિત કર્યો હતો. આ ડિવાઈસ તેમણે પોતાના જેકેટની પોકેટમાં રાખ્યું હતું.

પોકેટમાં રાખેલા ડિવાઈસના પ્રોજેક્ટરથી ઈમરાનની હથેળી પર કોલનું પ્રતિબિંબ દેખાડ્યું. કોલ રિસીવ અને ડિસ્કનેક્ટ કરવાનો વિકલ્પ પણ હતો. તેણે ફોન રિસીવ કર્યો અને પત્ની સાથે વાત પણ કરી. સ્ક્રીનલેસ ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સહારો લે છે. તે અનુવાદ અને ઇમેઇલ વાંચવા જેવી વસ્તુઓ કરી શકે છે.