AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC Breaking News: ‘ટ્રોફી ચોર’ને હાર સહન ના થઈ! હરખપદૂડા થઈને કોલંબો પહોંચેલા PCB ચીફનો ફજેતો, સ્ટેડિયમમાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની મેચમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચેલા PCB ચીફ મોહસિન નકવી પોતાની ટીમને ઘૂંટણિયે પડતા જોઈ મેચની વચ્ચેથી જ ચોરની જેમ ત્યાંથી ભાગી ગયા.

ICC T20 WC Breaking News: 'ટ્રોફી ચોર'ને હાર સહન ના થઈ! હરખપદૂડા થઈને કોલંબો પહોંચેલા PCB ચીફનો ફજેતો, સ્ટેડિયમમાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા
Image Credit source: Canva/PTI
| Updated on: Feb 16, 2026 | 10:41 AM
Share

ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને લઈને ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મેચને લઈને પાકિસ્તાની ટીમ તરફથી ઘણું નાટક જોવા મળ્યું હતું, જેમાં પહેલા તેમણે આ મેચનો બહિષ્કાર (બાયકોટ) કરવાની જાહેરાત કરી હતી પરંતુ આઈસીસી (ICC) તરફથી ઠપકો મળ્યા બાદ તેઓ રમવા માટે તૈયાર થઈ ગયા હતા.

‘ટ્રોફી ચોર’ દબે પગે ભાગ્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી, જેને જોવા માટે PCB ચીફ મોહસિન નકવી પણ કોલંબો પહોંચ્યા હતા. જો કે, મેચ દરમિયાન જેવી પાકિસ્તાની ટીમે ઈન્ડિયા સામે ઘૂંટણ ટેકવવાનું શરૂ કર્યું, તેની સાથે જ ‘ટ્રોફી ચોર’ નકવી મેદાનમાંથી ચોરની જેમ દબાયેલા પગે ભાગી ગયા હતા.

‘પાકિસ્તાન’ શરૂઆતમાં જ હારી ગઈ

ભારતીય ટીમે પાકિસ્તાન વિરુદ્ધ આ મુકાબલામાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા, જેમાં ઈશાન કિશનની 77 રનની ઇનિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પ્રથમ 2 ઓવરમાં જ પોતાની શરૂઆતની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે તેમના માટે આ મેચ બચાવવી મુશ્કેલ બની ગઈ હતી.

પાકિસ્તાની ઇનિંગની 12મી ઓવરના ચોથા બોલ પર જ્યારે કુલદીપ યાદવે મોહમ્મદ નવાઝને પેવેલિયન ભેગો કર્યો, ત્યારે જ PCB ચીફ મોહસિન નકવી પણ સ્ટેડિયમમાંથી ‘રફુચક્કર’ થઈ ગયા હતા. ન્યૂઝ એજન્સીએ નકવીનો સ્ટેડિયમમાંથી કારમાં બેસીને ભાગતા હોવાનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જ્યાં તેઓ મેચ પૂરી થાય તે પહેલા જ ચુપચાપ નીકળી ગયા હતા.

સુપર-8માં પાકિસ્તાન પહોંચશે કે નહીં?

ટીમ ઈન્ડિયા સામેની આ મેચમાં પાકિસ્તાની ટીમને મળેલી 61 રનની હારને કારણે તેમના નેટ રન-રેટ પર સૌથી વધુ અસર જોવા મળી છે. ભારતીય ટીમે જીત મેળવવાની સાથે સુપર-8માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, જ્યારે પાકિસ્તાનની ટીમ હવે ગ્રુપ-એના પોઈન્ટ ટેબલમાં સીધી ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

બીજા નંબર પર યુએસએની ટીમ છે, જેના પણ ચાર પોઈન્ટ છે પરંતુ યુએસએનો નેટ રન-રેટ પાકિસ્તાન કરતા ઘણો સારો છે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાની ટીમ નામિબિયા સામેની તેની આગામી મેચમાં હારનો સામનો કરે છે, તો તેમની સફર ગ્રુપ સ્ટેજથી જ ખતમ થઈ જશે.

અભિષેક શર્માના આઉટ થતા જ રોહિત શર્માએ આ શું કર્યું? ફોટો થયો વાયરલ

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">