Tech Tips : કોલ આવતા જ ફોનની “સ્ક્રીન બંધ” થઈ જાય છે? આ સરળ ટ્રિકથી કરો ઠીક
કોલ દરમિયાન સ્ક્રીન આપમેળે બંધ થઈ જવી અથવા તો સ્ક્રીન બ્લેક થઈ જવી આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન છે. આમ થતા કોલ તો વાગ્યા કરે છે પણ સ્ક્રીન પર કઈ જ દેખાતુ નથી એટલે યુઝર્સ કોલ રિસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ચાલો જાણીએ આ સમસ્યાને ઠીક કરવાનો સરળ ઉપાય.

થોડા સમય ફોનનો યુઝ કર્યા પછી સ્માર્ટફોનમાં નાની-મોટી સમસ્યાઓ દેખાવા લાગે છે, જેને તમે સર્વિસ સેન્ટરમાં ગયા વિના જાતે જ ઠીક કરી શકો છો, આ માટે તમારે વારંવાર સર્વિસ સેન્ટર કે લોકલ ફોન શોપની મુલાકાત લેવાની જરૂર નથી. આવી જ એક સમસ્યા જેનો ઘણા ફોન યુઝર્સે સામનો કરી રહ્યા છે અને તે છે કોલ દરમિયાન સ્ક્રીન આપમેળે બંધ થઈ જવી અથવા તો સ્ક્રીન બ્લેક થઈ જવી. આમ થતા કોલ તો વાગ્યા કરે છે પણ સ્ક્રીન પર કઈ જ દેખાતુ નથી એટલે યુઝર્સ કોલ રિસીવ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે આવું કેમ થાય છે ચાલો પહેલા તેનું કારણ સમજીએ. ફોનમાં પ્રોક્સિમિટી સેન્સર હોય છે, તે લગભગ તમામ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલું છે જે સ્ક્રીનને શારીરિક રીતે સ્પર્શ કર્યા વિના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની મદદથી અન્ય સંપર્કમાં આવતી વસ્તુ કે લોકોથી બચાવે છે ત્યારે જો તમે કોલ કરો છો કે પછી કોલ સામેથી આવે છે આ દરમિયાન ફોનની સ્ક્રીન પર તમારો હાથ ફેરવાય છે એટલે કે તમારો હાથ તમારા ફોનની સેન્સરના સંપર્કમાં આવે છે, આથી સેન્સરના કારણે ફોનની સ્ક્રીન બંધ કરી થઈ જાય છે. ત્યારે સ્ક્રીન બંધ થઈ જતા ફોન કોલ આવે છે કે કરીએ છે ત્યારે સ્ક્રીન બ્લેક થઈ જાય છે અને ફોન પર બીજું કોઈ બટન દબાવી શકાતુ નહીં.

જો ફોનની સ્ક્રીન આપોઆપ બંધ થઈ જાય છે અથવા બ્લેક થઈ જાય છે, તો તમે સૌથી પહેલા તમારા ફોનની સેટિંગ્સમાં જાવ.

સેટિંગ્સમાં ગયા પછી તમારે તમારા ફોનમાં કોલ સેટિગ્સનો ઓપ્શન શોધવાનો રહેશે. કેટલાના ફોનમાં આ કોલ સેટિંગ્સ ઓપ્શન appમાં મળી શકે છે. જે તમે appના ઓપ્શન પર ક્લિક કરશો તો તમને system app settingsનું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરતા જ તમને call settingsનું ઓપ્શન દેખાશે.

હવે કોલ સેટિંગ્સ ક્લિક કરો અને તેમાં તમને અંદર Incoming call settingsનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

અહીં તમને એક ઓપ્શન દેખાશે Proximity sensor જેને તમારે બંધ કરી દેવાનું રહેશે અને આટલુ કરતા જ તમારા ફોનમાં આવતા કોલ સ્ક્રિન પર દેખાવા લાગશે. આ એક ખુબ જ સરળ રીત છે આ સમસ્યાથી બચવાની.
ટિપ્સ એન્ડ ટ્રિકના બીજા સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
