Russia Ukraine War: સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેન બોર્ડરથી થોડા માઈલ દુર હાજર છે રશિયાના 150 હેલિકોપ્ટર અને સૈનિક
Russia Ukraine War Satellite Pictures: રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચેના યુદ્ધ વચ્ચે સેટેલાઈટ તસવીરો સામે આવી છે. જેમાં યુક્રેનની સરહદ પાસે મોટી સંખ્યામાં હેલિકોપ્ટર દેખાઈ રહ્યા છે.

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગની વચ્ચે સેટેલાઈટ તસ્વીરો સામે આવી છે. જેમાં જાણી શકાય છે કે રશિયાના ઓછામાં ઓછા 150 હેલિકોપ્ટર અને તમામ સૈનિક યુક્રેન બોર્ડરથી થોડા માઈલ દુર તૈનાત છે.

મેક્સર ટેક્નોલોજીએ આ તસ્વીરોને જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે તેમની હાજરી દક્ષિણ બોલારસમાં છે. તસ્વીરોમાં બેલારુસના શહેર ચોઝનિકીની નજીક હેલિકોપ્ટરો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 90થી વધુ હેલિકોપ્ટર રસ્તા પર પાર્ક છે.

ખાનગી અમેરિકી કંપની અનુસાર શુક્રવારે લેવામાં આવેલી સેટેલાઈટ તસ્વીરોમાં યુક્રેનની સરહદથી લગભગ 20 માઈલ દુર દક્ષિણ બેલારૂસમાં મોટા ગ્રાઉન્ડ ફોર્સની તૈનાતી અને લગભગ 150 ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર દેખાયા છે.

ત્યારે બેલારૂસના શહેર ચોઝનિકીની પાસે જે 90થી વધારે હેલિકોપ્ટર રસ્તા પર દેખાયા છે. તેની તૈનાતી 5 માઈલથી વધારે વિસ્તાર સુધી ફેલાયેલી હતી. જણાવી દઈએ કે રશિયા અને યુક્રેનની વચ્ચે 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને સ્થિતિ કાબૂ બહાર જતી જોવા મળી રહી છે.

મેક્સર ટેક્નોલોજી દ્વારા પહેલા પણ સેટેલાઈટ ઈમેજ બહાર પાડવામાં આવી છે. જેમાં યુક્રેનની સરહદ પાસે લાખો રશિયન સૈનિકોની તૈનાતી જોવા મળી છે. મેક્સર સમયાંતરે આવી તસવીરો બહાર પાડે છે.