પ્રિયંકા ચોપરાએ પતિ નિકને તેના જન્મદિવસ પર Kiss સાથે શુભેચ્છા પાઠવી, જુઓ આ કપલના રોમેન્ટિક ફોટા
પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) એ તેના પતિ નિક જોનાસને (Nick Jonas) તેના 29 માં જન્મદિવસ પર રોમેન્ટિક ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવી છે. ચાલો જોઈએ આ કપલની ખાસ તસવીરો

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ આજે પોતાનો 29 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ તેના પતિને Kiss કરતો ફોટો શેર કરીને રોમેન્ટિક રીતે પ્રેમ વ્યક્ત કર્યો છે

પ્રિયંકાએ નિકને ‘Love Of My Life’કહી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક પીળા ડ્રેસમાં પ્રિયંકાને કિસ કરતો જોવા મળી રહ્યો છે અને પ્રિયંકા તેના પતિને ગળે લગાવી રહી છે.

નિક અને પ્રિયંકાના લગ્ન 2018 માં ભારતમાં થયા હતા. એવું કહેવામાં આવે છે કે તે ભારતના 10 રોયલ લગ્નમાંના એક હતા. આ લગ્નમાં બંને બાજુથી પાણીની જેમ પૈસા વહેતા થયા હતા. આ સુંદર ફોટોમાં તેની આસપાસ ફુગ્ગાઓ અને ક્લાસિક કાર જોવા મળી રહી છે.

ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે, મારા જીવનનો પ્રેમ. મારી તરફથી સૌથી ઉદાર અને સૌથી પ્રખર વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ,તમે જે રીતે છો તે બદલ આભાર

પ્રિયંકા દરરોજ પતિ નિક જોનાસ સાથે તેના ખૂબ જ રોમેન્ટિક ફોટા શેર કરતી રહે છે, જેને જોઈને ચાહકો પણ પાગલ થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા થોડા સમય માટે તેના શૂટિંગ માટે યુકેમાં હતી, પરંતુ પ્રિયંકા નિકના જન્મદિવસ માટે અમેરિકા પહોંચી ગઈ છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટીવી સીરિઝ 'ક્વાન્ટિકો'એ તેને વૈશ્વિક ઓળખ આપી. આજે પ્રિયંકા માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડની પણ એક ચમકતી સ્ટાર છે.

પ્રિયંકાના બોલિવૂડ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તાજેતરમાં તેણે ફિલ્મ જી લે ઝારાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા ત્રણેય અભિનેત્રીઓ પહેલીવાર સાથે કામ કરવા જઈ રહી છે.