Vastu Tips: શનિવારે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન અને જીવનમાંથી દૂર થશે દુઃખ
શનિવારને દિવસે જો તમે પણ આ ઉપાયો પર ધ્યાન દોરશો તો શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. આ ઉપરાંત ઘણા એવા ઉપાય છે કે જે દર શનિવારે કરવામાં આવે તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.

શનિવારનો દિવસ શનિદેવને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. જો તમે શનિદેવના આશીર્વાદ લેવા માંગો છો અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે કેટલાંક ઉપાયો પર ખાસ નજર રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે, શનિદેવને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ.

શનિવારે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. દૂધ, તલ અને ચંદન મિશ્રિત પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ જનોઈ, ફૂલો અને પ્રસાદ ચઢાવો. ધૂપ અને દીવા પ્રગટાવીને શનિદેવની આરતી કરવી જોઈએ. આટલું કરવાથી તમને શુભ ફળ મળશે.

વધુમાં જોઈએ તો, શાંત મનથી આસન પર બેસો અથવા ઊભા રહો. ભક્તિભાવથી તમારા ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરો. આ જાપ તમને શાંતિ અને સકારાત્મક ઉર્જા આપશે. મંત્રોના નિયમિત જાપથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

પૂજામાં પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાનો નિયમ છે. ઘરમાં પીપળાના મૂળમાં ચઢાવેલું પાણી ઘરની અંદર છાંટવાથી શનિદેવના આશીર્વાદ મળે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કરો અને સફેદ વસ્ત્રો પહેરો. આ પછી, એવી જગ્યાએ જાઓ જ્યાં પીપળાનું ઝાડ હોય. તમારે 8 શનિવાર સુધી આ ઉપાય કરવો જોઈએ.

શનિવારે મંદિરમાં પીપળાનો છોડ લગાવવાથી બધા ગ્રહ દોષ શાંત થાય છે. જે વ્યક્તિ આ છોડની સંભાળ રાખે છે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































