AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી નવા વર્ષે દુનિયાના સુંદર ટાપુ પર કરશે રાત્રી રોકાણ, જેની ગુજરાતીએ કરી છે કાયાપલટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષેની શરુઆતે દુનિયાના સુંદર ટાપુઓની મુલાકાત લેનાર છે. ભારતમાં જ આવેલા વિશ્વના સૌથી ટાપુઓ પૈકીના એક સમુહ પર PM મોદીને આવકારવા માટે તમામ તૈયારીઓ થઈ ચુકી છે. સુંદર ટાપુને છેલ્લા બે-ત્રણ વર્ષમાં કાયાપલટ કરીને વધુ સુંદર બનાવાયો છે. અહીં સ્થાનિકોને રોજગારી થી લઈને પ્રવાસ સુધી તમામ સુવિધાઓને વિકસાવવામાં આવી છે.

| Updated on: Dec 31, 2023 | 9:49 PM
Share
નવા વર્ષ 2024 ને આવકારવા માટે દુનિયા ભરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પરંતુ નવા વર્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી સુંદર ટાપુઓમાં જેની ગણના થાય છે એ લક્ષદ્વીપની મુલાકાત લેનાર છે. વડાપ્રધાન મોદી જે ટાપુઓના સમુહની મુલાકાત લેનાર છે, તેની કાયાપલટ ગુજરાતીએ કરી છે.

1 / 8
PM મોદી 2 જાન્યુઆરી 2024એ તામીલનાડુથી સીધા લક્ષદ્વીપ પહોંચનાર છે. જ્યાં વડાપ્રધાન પબ્લીક મિટિંગ કરશે અને લક્ષદ્વીપના વિકાસને લઈ વાત કરશે. રાત્રી રોકાણ લક્ષદ્વીપમાં કરી બીજે દિવસે કેરળની મુલાકાત લેશે.

2 / 8
ગુજરાતી નેતા પ્રફુલ પટેલ લક્ષદ્વીપના પ્રશાસક પદને સંભાળે છે. તેઓએ પદને સંભાળતા વેંત જ સુંદર સ્થળને નિખારવા માટે શક્ય તમામ પ્રયાસો શરુ કર્યા છે. પ્રફુલ પટેલની ઓળખ વિકાસને માટે જાણીતી છે, તેઓએ હિંમતનગર, દમણ, દીવ, સેલવાસ અને લક્ષદ્વીપની કાયાપલટ કરવામાં સફળ રહ્યા છે. પ્રફુલ પટેલ હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

3 / 8
લક્ષદ્વીપના સુંદર દરિયામાં વોટર વિલા મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુવિધાઓ વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. લક્ષદ્વીપ ક્યુબા માટે પણ જાણીતું સ્થળ છે અને દેશ વિદેશથી અહીં આ માટે પ્રવાસીઓ આવે છે.

4 / 8
સ્થાનિક લોકોને રોજગારી અને શિક્ષણ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન, ખેતી, બાગાયતી, સહિત અનેક પ્રકારે રોજગારી વધારવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી સ્થાનિકોનું જીવન ધોરણ વધારે ઉંચુ થઈ શકે.

5 / 8
સુંદર ટાપુનો દરિયા કિનારો અદ્ભૂત છે. અહીં એકદમ સ્વચ્છ દરિયાઈ પાણી, 11 લાખ નારીયેળીના વૃક્ષો અને વ્હાઈટ સેન્ડ સાથે કુદરતી સૌંદર્ય જબરદસ્ત છે. જે પ્રવાસન માટે સુંદર સ્થળ છે અને એટલે જ તેનો વિકાસ પ્રફુલ પટેલે હાથ ધર્યો છે.

6 / 8
અહીં વધુ મોટું એરપોર્ટથી લઈને હજુ અનેક સુવિધાઓના કાર્યો ઝડપભેર હાથ ધરાયા છે. પ્રવાસીઓની જરુરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ નવી સુવિધાઓ ઉભી કરાશે અને માલદીવ સહિતના પર્યટન સ્થળોને ભૂલાવી દેશે. માલદીવનું હવાઈ અંતર લક્ષદ્વીપથી માત્ર 15 મિનિટ છે.

7 / 8
વડાપ્રધાન મોદીને આવકારવા માટે તમામ તૈયારીઓ લક્ષદ્વીપમાં કરી દેવામાં આવી છે. પ્રશાસન દ્વારા તૈયારીઓને લઈ છેલ્લા કેટલાક દિવસથી પૂરજોશમાં કાર્ય હાથ ધરાયા હતા.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">