Paytm યુઝર્સ માટે ખુશખબર, UPI પેમેન્ટ સહિત એપ્લિકેશનમાં થયા આ 5 મોટા ફેરફાર, જાણો
પેટીએમ (One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ) એ ભારતમાં મોબાઈલ પેમેન્ટ્સની ક્રાંતિ લાવી છે. ક્યુઆર કોડ અને સાઉન્ડબોક્સ જેવી ટેકનોલોજી દ્વારા પેટીએમએ ડિજિટલ પેમેન્ટ્સને સરળ અને સર્વસામાન્ય બનાવી દીધા છે. ટેકનોલોજી ફર્સ્ટ પદ્ધતિ દ્વારા પેટીએમ સતત નવા નવા સોલ્યુશન્સ લાવી રહ્યુ છે.

પેટીએમ દ્વારા રજૂ કરવામાં આવેલા પાંચ નવા અને અનન્ય ફીચર્સ જે ફ્રીલાન્સરો, દુકાનદારો, વિદ્યાર્થીઓ, વ્યવસાયો અને ઘરેલુ વપરાશકર્તાઓ માટે પેમેન્ટ્સને વધુ સરળ બનાવે છે. જેમાં પેમેન્ટ હિસ્ટરીમાંથી ટ્રાન્ઝેક્શન હાઇડ અને અનહાઇડ કરવાની સુવિધા :આ ઉદ્યોગમાં પહેલીવાર રજૂ થયેલી પ્રાઈવસી સુવિધા વપરાશકર્તાઓને પોતાની પસંદગી પ્રમાણે કેટલાક ટ્રાન્ઝેક્શન્સને 'બેલેન્સ અને હિસ્ટરી' વિભાગમાંથી છુપાવવા કે બતાવવા દે છે. ગિફ્ટ, વ્યક્તિગત ખર્ચ કે ગુપ્ત પેમેન્ટ જેવા સંવેદનશીલ ટ્રાન્ઝેક્શન માટે આ ખૂબ જ ઉપયોગી છે. છુપાવેલા પેમેન્ટ્સ “View Hidden Payments” વિભાગમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે, જે ફક્ત યૂઝર ઓથેન્ટિકેશન દ્વારા જ જોઈ શકાય છે.

યુપીઆઈ સ્ટેટમેન્ટ PDF અને Excel ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની સુવિધા : પેટીએમ એપ હવે વપરાશકર્તાઓને પોતાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટને PDF કે Excel ફાઈલ તરીકે ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. તે ખર્ચ ટ્રેક કરવો, બજેટ મેનેજમેન્ટ કે ટેક્સ માટે ફાઈનાન્સિયલ રેકોર્ડ્સ જાળવવા માટે ખૂબ ઉપયોગી છે.

વ્યક્તિગત યુપીઆઈ આઈડી બનાવીને મોબાઇલ નંબર ગુપ્ત રાખવાની સુવિધા : પેટીએમ પર તમે પોતાનું વ્યક્તિગત UPI ID બનાવી શકો છો, જેમ કે name@ptyes કે name@ptaxis, જેથી તમારું મોબાઇલ નંબર શેર કર્યા વગર પેમેન્ટ કરી શકાય છે. આ પ્રાઇવસી અને સલામતી બંને માટે મહત્વપૂર્ણ છે.

યુપીઆઈ-લિંક્ડ બેંક અકાઉન્ટ્સના બેલેન્સ ચેક કરવાની સુવિધા : પેટીએમ એપ પર તમે તમારા દરેક યુપીઆઈ લિંક્ડ બેંક અકાઉન્ટનું બેલેન્સ જોઈ શકો છો અને સાથે બધા અકાઉન્ટ્સનું કુલ બેલેન્સ પણ જોઈ શકો છો. હવે વિવિધ બેંકિંગ એપ ખોલવાની જરૂર નથી, બધું એક જ જગ્યાએ જોઈ શકાય છે.

સ્માર્ટફોન હોમસ્ક્રીન પર ‘રીસીવ મની’ QR વિજેટ : પેટીએમએ રીસીવ મની માટેનો QR વિજેટ રજૂ કર્યો છે, જેને કેબ ડ્રાઈવરો, ડિલિવરી એજન્ટ્સ કે ફ્રીલાન્સર્સ તેમના સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર મૂકી શકે છે. હવે એપ ખોલ્યા વગર જ પેમેન્ટ લેવા માટે તમારું ક્યુઆર કોડ સ્કેન કરાવી શકાય છે, જે ઝડપથી અને સરળતાથી પેમેન્ટ લેવાની રીત છે.

ઉપરાંત, Paytm UPI Lite પર Auto Top-Up સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેના કારણે જ્યારે પણ બેલેન્સ ઓછું થાય છે ત્યારે તે આપમેળે લિંક્ડ બેંક અકાઉન્ટમાંથી રીચાર્જ થઇ જાય છે. નાના-મોટા રોજિંદા ટ્રાન્ઝેક્શન માટે સતત અને સરળ પેમેન્ટ અનુભવ મળે છે અને બેંક સ્ટેટમેન્ટ પણ સફાઈથી જળવાય છે.

પેટીએમના સિમ્પલ અને ક્લટર-ફ્રી ઇન્ટરફેસ, RuPay ક્રેડિટ કાર્ડ્સના યુપીઆઈ પર ઉપયોગ અને એકાઉન્ટ્સ વચ્ચે સ્વયં ટ્રાન્સફર જેવી સુવિધાઓ તેને સૌથી સુરક્ષિત, ઝડપી અને ફીચર ભરપૂર યુપીઆઈ એપ બનાવે છે.

આ તમામ નવીનતા સાથે, પેટીએમએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને વિશ્વસનીય UPI એપ છે, જે દરેક વ્યક્તિ માટે ડિજિટલ પેમેન્ટ્સને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને લોકપ્રિય બનાવે છે. પેટીએમ ભારતમાં સુરક્ષિત અને સર્વગ્રાહી ડિજિટલ અર્થવ્યવસ્થાની તરફ અગ્રેસર છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
