આ છે TVની સૌથી મોંઘી એક્ટ્રેસ ! અનુપમાને પણ છોડી પાછળ, એક એપિસોડના લે છે 14 લાખ રુપિયા
તમને જાણીને નવાઈ લાગશે કે રૂપાલી ગાંગુલી નહીં પણ કોઈ બીજી સૌથી મોંઘી ટીવી અભિનેત્રી છે. રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ખૂબ જ પ્રખ્યાત છે. તેના શોની TRP પણ ખૂબ જ સારી છે. રૂપાલી કરતા વધુ ફી લેતી આ અભિનેત્રી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

ફિલ્મ ઉદ્યોગની જેમ, ટીવી ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. હવે ઘણા ટીવી શો આવી ગયા છે, જેનો ક્રેઝ લોકોમાં ફિલ્મો અને સિરિઝ કરતાં વધુ છે. અનુપમા સિરિયલ આ સમયે ખૂબ જ હિટ છે. ઘણા લોકોને તે ગમે છે. આ સિરિયલ મહિલાઓની પ્રિય છે. તે જ સમયે, અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ કોઈ મોટી સેલિબ્રિટીથી ઓછી નથી. તે એક એપિસોડ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે.

અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. લોકોને તે ખૂબ ગમે છે. અભિનેત્રી અનુપમા માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. પણ તેનાથી પણ વધારે ચાર્જ કરતી એક અભિનેત્રી છે, ચાલો જાણીએ કોણ છે તે.

તમને જાણીને નવાઈ લાગશે કે રૂપાલી ગાંગુલી નહીં પણ કોઈ બીજી સૌથી મોંઘી ટીવી અભિનેત્રી છે. રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ખૂબ જ પ્રખ્યાત છે. તેના શોની TRP પણ ખૂબ જ સારી છે. રૂપાલી કરતા વધુ ફી લેતી આ અભિનેત્રી વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.

રૂપાલી ગાંગુલી ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ મોટી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે તે એક અઠવાડિયા માટે લગભગ 20 થી 25 લાખ રૂપિયા ફી લે છે. હવે રૂપાલી સાથે સ્પર્ધા કરવા માટે બીજી અભિનેત્રી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવી રહી છે, જોકે આ અભિનેત્રી પહેલા પણ ટીવી સિરિયલથી મોટું નામ બનાવી ચૂકી છે અને હવે ફરી ટીવી કમબેક કરવા જઈ રહી છે.

અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ "સ્મૃતિ ઈરાની" છે. સ્મૃતિ ઈરાની અભિનેત્રી હોવાની સાથે રાજકારણી પણ છે. સ્મૃતિ "ક્યોંકી સાસ ભી કભી બહુ થી" સીરિયલમાં કામ કરી ચૂકી છે જોકે હવે આ જ સિરિયલના પાર્ટ-2થી કમબેક કરી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિને આ સીરિયલમાં તુલસીનું પાત્ર ભજવવા માટે લગભગ 14 લાખ રૂપિયા ફી મળી રહી છે. આ ફી પછી, હવે સ્મૃતિ ઈરાની 2025ની સૌથી મોંઘી ટીવી અભિનેત્રી છે. તેણે રૂપાલી ગાંગુલીને પણ પાછળ છોડી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ સીરિયલની પહેલી સીઝનમાં અભિનેત્રીએ એક એપિસોડ માટે ફક્ત 8000 રૂપિયા ચાર્જ કર્યા હતા. જોકે, તે સમય માટે આ રકમ ઘણી હતી. જેમ જેમ શોની પોપ્યુલારીટી વધતી ગઈ તેમ તેમ અભિનેત્રીની ફી પણ વધતી ગઈ. તેની ફી 8000 થી વધીને 50000 થઈ ગઈ હતી. જે બાદ હવે સિઝન-2માં એક એપિસોડના 14 લાખ રુપિયા લઈ રુપાલીનો પણ રેકોર્ડ તોડી રહી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..



























































