જૂનું Gold વેચીને નફો કમાવવો નથી સરળ, આવી સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો
ઘણા લોકો પોતાનું જૂનું સોનું વેચીને નફો કમાવવા માંગે છે, પરંતુ તેમને યોગ્ય કિંમત નથી મળી રહી. ત્યારે ચાલો જાણીએ સોનું વેચવામાં શું સમસ્યા આવી રહી છે અને તેનો ઉકેલ શું છે.

સોનાને માત્ર રોકાણ જ નહીં પણ શુભ પણ માનવામાં આવે છે. યુદ્ધ અને આર્થિક ઉથલપાથલના સમયમાં તેની માંગ વધી છે, ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો પોતાનું જૂનું સોનું વેચીને નફો કમાવવા માંગે છે, પરંતુ તેમને યોગ્ય કિંમત નથી મળી રહી. ત્યારે ચાલો જાણીએ સોનું વેચવામાં શું સમસ્યા આવી રહી છે અને તેનો ઉકેલ શું છે.

સોનાની શુદ્ધતામાં ગડબડી: મોટાભાગના જૂના દાગીનામાં BIS હોલમાર્ક નથી. તેના કારણે ઝવેરીઓ સોનાની શુદ્ધતા પર શંકા વ્યક્ત કરે છે, અને આજ કારણ છે કે કા તો તે સોનું લેતા નથી કે પછી ભાવ ઘણા ઓછા આપે છે.

કપાતનો ડર: ઝવેરીઓ ઘણીવાર ભેળસેળનો ઉલ્લેખ કરીને ઘણો ચાર્જ કાપી લે છે અથવા ઓછી કિંમત આપે છે.

અવ્યવસ્થિત બજાર: નાના દુકાનદારો સોનું વેચવા જતા તેમના મન મુજબ ભાવ આપે છે, અને તે ખરીદવા જઈ રહેલ સોનું વિશ્વાસ પાત્ર ઓછું હોયવાનુ કહે છે. આથી સોનું વેચનારને પૈસા મેળવવામાં ઘણો સમય થાય છે.

KYC અને કાનૂની મુશ્કેલીઓ: ₹ 2 લાખથી વધુ કિંમતનું સોનું વેચવા માટે PAN કાર્ડ અને સંપૂર્ણ KYC માહિતી જરૂરી છે, જે લોકો આપવા માંગતા નથી. સોનાની ચોરી થવાના ડરથી કે આવકવેરાની તપાસના ડરથી ઝવેરીઓ મોટા સોદા કરવાથી પણ ડરે છે.

સોનાને સરળતાથી અને સારી કિંમતે વેચવા માંગો છો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે અને તે કઈ બાબત છે ચાલો અહીં સમજીએ

હોલમાર્ક અને દસ્તાવેજો જરૂરી : સોનું ખરીદતી વખતે, BIS હોલમાર્ક સાથે સોનું ખરીદો અને બિલ રાખો. આ દસ્તાવેજો વેચાણ કરતી વખતે યોગ્ય મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.

વિશ્વસનીય ખરીદદાર પસંદ કરો: સોનું ખરીદતી વખતે એવા ઝવેરીઓ અથવા વિશ્વસનીય કંપનીઓ/પ્લેટફોર્મ પર જાઓ જે પ્રાઈઝ અનુસાર ભાવે આપે છે.

ઘણી જગ્યાએ કિંમતો પૂછો: એક વ્યક્તિ પર નિર્ભર ન રહો. વિવિધ સ્થળોએથી દર જાણો અને તેમની તુલના કરો. અવ્યવસ્થિત ખરીદદારોથી દૂર રહો.

ડિજિટલ સોના અથવા રિફાઇનિંગનો વિકલ્પ: કેટલાક પ્લેટફોર્મ તમારા જૂના સોનાને ડિજિટલ સોનામાં રૂપાંતરિત કરવાની અથવા તેને શુદ્ધ કરીને નવું બનાવવાની સુવિધા પૂરી પાડે છે, તમે આ પણ અજમાવી શકો છો.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































