leopard sightings : નવસારીના આ વિસ્તારમાંથી 20 કલાકમાં ત્રણ દીપડા પાંજરે પુરાયા, જુઓ Photos
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીના ખેતરોને કારણે દિપડાઓના દેખાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કુંભાર ફળિયા ગામમાં ગ્રામજનોની જાણ બાદ વનવિભાગે કાર્યવાહી કરી.

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓના દેખાવની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા શેરડીના પાકની ખેતી થવા કારણે આ વિસ્તારો દિપડાઓ માટે ઉત્તમ સ્થળ બની રહ્યા છે. શેરડીના ખેતરો દિપડાઓના મિલન, સવવન અને પ્રજનન માટે તેમજ બાળકોના જન્મ અને ઉછેર માટે મહત્વપૂર્ણ આવાસસ્થળ બની રહ્યા છે.

નવસારીના કુંભાર ફળિયા ગામમાં વારંવાર દિપડાઓ જોવા મળ્યા અને કેટલાક દિપડાઓ મરઘા મારવાની ઘટનાઓમાં સંકળાયેલા હોવાનું ગ્રામજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરપંચે સામાજિક વનવિભાગ, નવસારી (સુપા રેન્જ)ને માહિતી આપી હતી.

વનવિભાગે કુંભાર ફળિયા ગામમાં દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. વહેલી સવારે શિકાર શોધમાં આવેલ એક નર દિપડો આશરે ત્રણ વર્ષનો પાંજરમાં પુરાયો. બાદમાં વનવિભાગે તેનું કબજો લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી.

દિપડાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગે બીજા બે પાંજરા ગોઠવ્યા. એક પાંજરૂ ભૂખલ ફળિયા ગામના હરેન્દ્રભાઈ ખંડુભાઈ પટેલના ઘરની નજીક અને બીજું પાંજરૂ આશરે 200 મીટર દૂર ગોઠવ્યું. રાત્રે, આ પાંજરામાં એક બીજો નર દિપડો આશરે ત્રણ વર્ષનો પાંજરમાં પુરાયો, જેનો કબજો વનવિભાગે લીધો.

વનવિભાગે ગોઠવેલ ત્રીજા પાંજરામાં આશરે દોઢથી બે કલાક પછી વધુ એક દિપડી પાંજરમાં પુરાઈ.. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દિપડી આશરે ચાર વર્ષની છે.

કુંભાર ફળિયા ગામમાં એક જ દિવસમાં, આશરે 20 કલાકની અંદર, બે નર દિપડાઓ અને એક માદા દિપડી પાંજરમાં પુરી ગઇ. વનવિભાગે તમામ દિપડાઓનો કબજો લઈ જરૂરી ડોક્ટરી તપાસ કરાવી, અને તેમને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. (નોંધ : અહીં પકડાયેલા 3 દીપડાની તસવીરો રેન્ડમ રીતે આપની જાણકારી માટે આપવામાં આવી છે.)
