Dhurandhar 2 Leak :‘ધુરંધર 2’ લિક થવાથી થયો હંગામો, બોક્સ ઓફિસ પર ધમાલ વચ્ચે YouTube પર આવ્યું પાયરસી વર્ઝન
બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવનારી ‘ધુરંધર 2’ YouTube પર લિક થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચિંતા વધી, પાયરસી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી અને ફેન્સમાં ભારે રોષ જોવા મળ્યો

બોલીવૂડમાં આ દિવસોમાં એક ફિલ્મ સૌથી વધુ ચર્ચામાં છે અને તે છે ‘ધુરંધર 2’. રણવીર સિંહની આ સ્પાય થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે અને ઓડિયન્સ તરફથી પણ તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ સફળતાના વચ્ચે જ ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તેનું પાયરસી વર્ઝન YouTube પર લિક થઈ ગયું.

‘ધુરંધર 2’ રિલીઝ થયા પછીથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના એક્શન સીન, સ્ટોરી અને મ્યુઝિકને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પાયરસીનો મુદ્દો સામે આવતા ફિલ્મમેકર્સ અને ફેન્સ બંને માટે ચિંતા વધી ગઈ છે.

ફિલ્મ રિલીઝ થયા પછી લગભગ 11 દિવસમાં જ તેનો પાયરસી વર્ઝન YouTube પર અપલોડ થઈ ગયો. એક ચેનલે લગભગ 3 કલાક 49 મિનિટનો વીડિયો અપલોડ કર્યો હતો, જે મોબાઈલથી રેકોર્ડ કરેલો લો-રિઝોલ્યુશન વર્ઝન હતો. આ વાત સામે આવતા જ ઇન્ટરનેટ પર હંગામો થઈ ગયો.

ફિલ્મના ચાહકો આ વાત પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક ચાહકે આદિત્ય ધર અને યામી ગૌતમને ટેગ કરીને લખ્યું, "ધૂરંધર 2 યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. કૃપા કરીને યુટ્યુબ પર તેની જાણ કરો. હું ખરેખર ઇચ્છું છું કે આ ફિલ્મ ઓછામાં ઓછી 3000 કરોડનો આંકડો પાર કરે. મને તેની વાર્તા અને સિનેમેટોગ્રાફી ખૂબ ગમી. છેલ્લા દ્રશ્યે મારી આંખોમાં આંસુ લાવી દીધા." બીજા એક ચાહકે લખ્યું, "આદિત્ય સર, કૃપા કરીને યુટ્યુબ પર તપાસો. ધુરંધર 2 લગભગ સંપૂર્ણ રીતે અપલોડ થઈ ગઈ છે. કેટલાક ઈર્ષાળુ લોકો તેના થિયેટર રનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કૃપા કરીને તેને યુટ્યુબ પરથી દૂર કરો. ભારત માતા કી જય."

થોડા દિવસ પહેલા જ આદિત્ય ધરએ સોશિયલ મીડિયા પર દર્શકોને વિનંતી કરી હતી કે તેઓ ફિલ્મ માટે સ્પોઇલર્સ શેર ન કરે, એમ કહીને કે તે એક દિગ્દર્શકને આપી શકાય તેવી સૌથી મીઠી ભેટ હશે. જોકે, તેમની વિનંતી છતાં, ફક્ત સ્પોઇલર્સ જ નહીં પરંતુ આખી ફિલ્મ અપલોડ કરવામાં આવી.

જ્યારે આ પાયરસી વર્ઝન વાયરલ થયું, ત્યારે મોટી સંખ્યામાં યુઝર્સે YouTube પર આ વીડિયો રિપોર્ટ કર્યો. ફેન્સના આ પ્રયાસોના કારણે થોડા સમયમાં જ પાયરસી વિડિયો પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો. આ બતાવે છે કે ફેન્સ પણ ફિલ્મને સપોર્ટ કરવા માટે સજાગ છે.

‘ધુરંધર 2’ જેવી મોટી ફિલ્મ માટે પાયરસી એક મોટો પડકાર બની શકે છે. જોકે, ફેન્સની જાગૃતતા અને ઝડપી કાર્યવાહીથી આ સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ મળી. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર મજબૂતીથી ચાલી રહી છે અને ઓડિયન્સ તરફથી મળતો પ્રેમ તેના માટે સૌથી મોટી જીત છે. (All Images Credit- Social Media)
Film Controversy & Legal Action : ફિલ્મ હવે બનશે નહીં… મોનાલિસાના આરોપો પર સનોજ મિશ્રાનો જવાબ, ડાયરેક્ટર લેશે કાનૂની પગલાં