AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધરસન સુમી વાયરીંગ ઈન્ડિયા આપી રહી છે Bonus, 1:2 શેર મળશે બોનસ, જાણો રેકોર્ડ ડેટ

Bonus Share : મંગળવારે (08-07-2025 )BSE પર ઈન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન MSWIL ના શેરોમાં 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉછાળાનું મુખ્ય કારણ કંપની દ્વારા 1:2 બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ તારીખ જાહેર કરવી છે.

| Updated on: Jul 08, 2025 | 5:32 PM
Share
મધરસન સુમી વાયરીંગ ઈન્ડિયા (MSWIL) ના શેર ₹65.47 સુધી પહોંચતા છ મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયા, કારણ કે મંગળવારે (08-07-2025 )BSE પર ઈન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન શેરોમાં 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉછાળાનું મુખ્ય કારણ કંપની દ્વારા 1:2 બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ તારીખ જાહેર કરવી છે.આ ઓટો એન્સિલરી કંપનીનો શેર ડિસેમ્બર 2024 પછીના સૌથી ઊંચા સ્તરે ટ્રેડ થયો હતો. 29 જુલાઈ, 2024ના રોજ શેરે 52 અઠવાડિયાનો ઊંચો સ્તર ₹77 નોંધાવ્યો હતો.

1 / 8
આજે  (08-07-2025 ) માર્કેટ બંધ થયું તે સમયે MSWIL નો શેર 3.93% ટકા વધીને ₹64.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો,  કાઉન્ટર પર સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ ચારગણો વધ્યો હતો. NSE અને BSE પર કુલ મળીને 22.72 મિલિયન ઇક્વિટી શેરોમાં લેવડદેવડ નોંધાઈ હતી.મધરસન સુમીએ 1:2 બોનસ ઈશ્યૂ માટે 18 જુલાઈ, 2025 ને રેકોર્ડ તારીખ નિર્ધારિત કરી

2 / 8
કંપનીના ડિરેક્ટર્સે 29 મે, 2025ના રોજ યોજાયેલી બેઠકમાં શેરધારકોને બે ઈક્વિટી શેર સામે એક બોનસ ઈક્વિટી શેર આપવાની ભલામણ કરી હતી, જે શેરધારકોની મંજૂરી પર આધાર રાખે છે.7 જુલાઈના રોજ બજારબંધ બાદ MSWIL એ માહિતી આપી હતી કે કંપનીએ બોનસ ઈશ્યૂ માટે પાત્ર શેરધારકો માટે 18 જુલાઈ, 2025 ને ‘રેકોર્ડ તારીખ’ તરીકે નક્કી કરી છે.

3 / 8
માર્ચ 2025ના ત્રિમાસિકમાં MSWIL એ મજબૂત કામગીરી દર્શાવી હતી, જેમાં રેવન્યુ ગ્રોથ ઉદ્યોગની સરેરાશથી વધારે રહી હતી. કંપની સંપૂર્ણપણે દેવીલેશ છે અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપી રહી છે. મેનેજમેન્ટે જણાવ્યું કે કંપની પોતાનું ઉત્પાદન વિસ્તારી રહી છે, જેથી તે વર્તમાન અને ભાવિ ICE તથા EV પ્રોગ્રામ્સ માટે ગ્રાહકોની માંગ પૂરી કરી શકે.

4 / 8
MSWIL હાલમાં Maruti Suzuki, Mahindra અને Tata Motors માટે નવા (EV/ICE) પ્રોગ્રામ્સ માટે ત્રણ ગ્રીનફિલ્ડ પ્લાન્ટ બનાવી રહી છે. આ પ્લાન્ટ પુણે (મહારાષ્ટ્ર), નવાગામ (ગુજરાત) અને ખારખોડા (હરિયાણા) માં આવેલી છે. આ પ્લાન્ટ્સ વિવિધ તબક્કામાં છે અને ઝડપથી કાર્યરત થવાના માર્ગ પર છે.

5 / 8
મેનેજમેન્ટ અનુમાન લગાવે છે કે આ પ્લાન્ટ્સ સંપૂર્ણપણે કાર્યરત થતા વાર્ષિક અંદાજે ₹2,100 કરોડનો રેવન્યુ શરૂ થશે, જે H2FY26માં શક્ય છે. Choice Equity Broking ના અનુસંધાન અનુસાર EBITDA માર્જિન હજુ કેટલાક ત્રિમાસિક માટે દબાણ હેઠળ રહેશે, પણ H2FY26માં નવા પ્લાન્ટ શરૂ થતા માર્જિન નોર્મલ થઈ જશે. H1CY25માં સ્ટાર્ટઅપ ખર્ચ ટોચે રહેશે અને ત્યારબાદ ઘટશે, જ્યારે Q4FY26થી નફાકારક યોગદાન અપેક્ષિત છે.

6 / 8
મધરસન સુમી વાયરીંગ ઈન્ડિયા લિમિટેડ (MSWIL) એ ભારતમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) માટે વાયરિંગ હાર્નેસ ક્ષેત્રે અગ્રણી અને ઝડપથી વિકસતી સંપૂર્ણ સિસ્ટમ સોલ્યુશન પ્રદાતા કંપની છે.

7 / 8
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

8 / 8

બિઝનેસ સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">