AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરમાં કયા દિવસે અને કઈ દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ ? 99% લોકો નથી જાણતા આનો જવાબ

જો તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ તમારે તેના સંબંધિત જે વાસ્તુ નિયમો છે તે વિશે જાણવું જોઈએ. યોગ્ય દિશામાં અને સાચા સમયે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સમૃદ્ધિ મળે છે.

| Updated on: Jul 14, 2025 | 7:54 PM
Share
વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ અને સમૃદ્ધિ આપતો છોડ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જો મની પ્લાન્ટ યોગ્ય દિશામાં અને યોગ્ય સમયે લગાવવામાં આવે તો ઘરમાં ધન, સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા બની રહે છે. એવામાં ચાલો જાણીએ કે, વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ લગાવવાની સાચી રીત શું છે અને તેને કઈ દિશામાં લગાવવો જોઈએ.

1 / 9
મની પ્લાન્ટ ફક્ત દેખાવમાં જ સુંદર હોય તેવું નથી, તે હવાને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. વાસ્તુ મુજબ, આ છોડ આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા, ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા અને પરિવારમાં પરસ્પર સંબંધો સુધારવામાં મદદરૂપ બને છે.

2 / 9
વાસ્તુશાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ લગાવવા માટે સૌથી શુભ દિશા દક્ષિણ-પૂર્વ માનવામાં આવે છે. આ દિશા અગ્નિ તત્વની હોય છે અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલી હોય છે. જણાવી દઈએ કે, શુક્ર ગ્રહ ધન, વૈભવ અને સુંદરતાનો કારક છે.

3 / 9
આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપરાંત, જો તમે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા બાલ્કનીમાં મની પ્લાન્ટ લગાવવા માંગતા હોવ, તો ઉત્તર દિશા પણ એક સારો વિકલ્પ છે. આ દિશા ધનના દેવતા કુબેરની માનવામાં આવે છે.

4 / 9
જણાવી દઈએ કે, ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. આ દિશા જળ તત્વની છે અને અહીં મની પ્લાન્ટ રાખવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ બગડી જાય છે.

5 / 9
મની પ્લાન્ટ લગાવવા માટે કોઈ ખાસ મુહૂર્તની જરૂર નથી પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સવારનો સમય મની પ્લાન્ટ લગાવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, શુક્રવારે મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે આ દિવસ લક્ષ્મી માતા અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. જો તમે ઇચ્છો તો, શુક્લ પક્ષમાં પણ મની પ્લાન્ટ લગાવી શકો છો. શુક્લ પક્ષનો સમય પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

6 / 9
મની પ્લાન્ટ ક્યારેય કોઈને ન આપો અને બીજાને આપવા માટે પણ ન કહો. આવું કરવાથી તમારા ઘરની આર્થિક ઉર્જા બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે, આ છોડ હંમેશા લીલો અને તાજગીથી ભરેલો રહે. સુકાઈ ગયેલો છોડ નકારાત્મક ઉર્જા અને આર્થિક નુકસાનનું સંકેત આપે છે.

7 / 9
મની પ્લાન્ટને કાચની બોટલમાં કે કુંડામાં ઉગાડી શકાય છે. આ સિવાય તેને માટીવાળા વાસણમાં વાવવું પણ શુભ માનવામાં આવે છે. જો તમે પાણીમાં મની પ્લાન્ટ ઉગાડી રહ્યા છો, તો દર 7 દિવસે પાણી બદલવું જરૂરી છે.

8 / 9
તમારે છોડના સૂકા કે પીળા પાંદડા દૂર કરવાની કાળજી લેવી, કારણ કે એ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. મની પ્લાન્ટને દિવાલની તરફ ઉપરના ભાગે વધવા દેવું શુભ માનવામાં આવે છે, જ્યારે તેને નીચે લટકાવવું અશુભ ગણાય છે. વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટને ઘરની અંદર રાખવું જોઈએ.  તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સુખ-સમૃદ્ધિ લાવે છે.

9 / 9

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">