Mobile Sound Problem: મોબાઈલ ફોનમાં નથી આવતો કોઈ અવાજ? તો ચેક કરી લો આટલું
પણ ઘણી વખત એવું થાય છે ફોનમાં અવાજ એકદમ આવતો જ બંધ થઈ જાય, તે પછી તમારા ફોનમાં સોંગ વગાડો કે કે વીડિયો જુઓ પણ ફોનમાંથી આવાજ ના આવતો હોય ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું ચાલો અહીં જાણીએ

આજકાલ મોબાઈલ ફોનનો ઉપયોગ આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે. કૉલિંગ હોય, વીડિયો જોવાનું હોય કે ઑનલાઇન મીટિંગ હોય, ફોનનો અવાજ બરાબર આવવો ખૂબ જ જરૂરી છે.

પણ ઘણી વખત એવું થાય છે ફોનમાં અવાજ એકદમ આવતો જ બંધ થઈ જાય, તે પછી તમારા ફોનમાં સોંગ વગાડો કે કે વીડિયો જુઓ પણ ફોનમાંથી આવાજ ના આવતો હોય ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું ચાલો અહીં જાણીએ

વોલ્યુમ સેટિંગ્સ ચેક કરો.ઘણી વખત આપણે આકસ્મિક રીતે ફોનનું વોલ્યુમ ઓછું કરી દઈએ છીએ અથવા તેને મ્યૂટ કરી દઈએ છીએ. સૌ પ્રથમ, તમારા ફોનની વોલ્યુમ સેટિંગ્સ તપાસો. વોલ્યુમ બટનોનો ઉપયોગ કરો અને જુઓ કે વોલ્યુમ બધી રીતે ઉપર છે.

જો ફોનમાં 'ડૂ નોટ ડિસ્ટર્બ' મોડ ચાલુ હોય ત્યારે પણ અવાજ ન આવતો હોય તો પહેલા તેને બંધ કરો જે બાદ ચેક કરી લો.

કેટલીકવાર ફોન આપમેળે હેન્ડ્સ-ફ્રી મોડમાં જાય છે. તપાસો કે તમારો ફોન આ મોડમાં તો નથી ને.

Sound સેટિંગ્સ રીસેટ કરો: તમારા ફોનની સેટિંગ્સ પર જાઓ. 'સાઉન્ડ' અથવા 'વોઈસ' વિકલ્પને ટેપ કરો. અહીં, 'સાઉન્ડ પ્રોફાઇલ' તપાસો અને તેને રીસેટ કરો.

સોફ્ટવેર અપડેટ: કેટલીકવાર જૂના સોફ્ટવેર વર્ઝનને કારણે અવાજની સમસ્યા પણ આવી શકે છે. તમારા ફોનની સેટિંગ્સ પર જાઓ અને 'સિસ્ટમ અપડેટ્સ' તપાસો અને જો ઉપલબ્ધ હોય તો કોઈપણ અપડેટ્સ ઇન્સ્ટોલ કરો.

સ્પીકર અને માઈક્રોફોન સાફ કરવાથી સ્પીકર કે માઈક્રોફોનમાં ધૂળ જમા થવાથી પણ અવાજ ઓછો થઈ શકે છે. તેથી તેને સાફ કરો.

જો આ બધી પદ્ધતિઓ પછી સમસ્યા ચાલુ રહે છે, તો તે હાર્ડવેર સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારો ફોન નજીકના સર્વિસ સેન્ટરને બતાવવો પડશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
