MS Dhoni Love Story : Dhoni- Sakshiની લવસ્ટોરી ફિલ્મથી હટકે છે, આવી રીતે શરુ થઈ હતી લવસ્ટોરી
એમએસ ધોનીની પત્ની સાક્ષીએ સીએસકેના ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન ધોની સાથેની તેની પ્રથમ મુલાકાતની સંપૂર્ણ સત્ય અને વાસ્તવિક પ્રેમ કહાની શેર કરી.

એમએસ ધોની અને સાક્ષીએ વર્ષ 2010માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 13 વર્ષ થઈ ગયા છે. 4 જુલાઈ 2010ના રોજ જ માહીએ સાક્ષીને પોતાની જીવનસાથી બનાવી હતી. ધોનીની લવ સ્ટોરી વિશે આપણે ઘણી વાતો કરીએ છીએ, પરંતુ આજે અમે તમને તેની લવ સ્ટોરી વિશે જણાવીશું

સાક્ષી પહેલા ધોનીને અન્ય છોકરી પસંદ હતી. જોકે તેનું મોત કાર અકસ્માતમાં થયું હતું. જે બાદ ધોની લાંબા સમય સુધી ઉદાસ હતો. તેના તૂટેલા હૃદયને સાક્ષીએ સંભાળ્યું જેણે તેના જીવનમાં ફરીથી પ્રેમ લાવ્યો.

ધોનીની પત્ની સાક્ષીએ સીએસકેના ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન પ્રથમ મુલાકાતને લઈ વાત કરી હતી અને કહ્યું કે, ધોનીની પ્રથમ મુલાકાત પાર્ટીમાં થઈ હતી. ધોનીએ જ હોટલમાં હતો જ્યાં સાક્ષી ઈંટર્ન તરીકે કામ કરતી હતી.

સાક્ષીએ કહ્યું હતું કે, 'હું તેને પહેલીવાર એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી, અને તાજ ખાતે મારી ઇન્ટર્નશિપનો તે છેલ્લો દિવસ હતો, અને તે (ધોની) એકદમ સામાન્ય વ્યક્તિ જેવો લાગતો હતો. તે દિવસોમાં હું ક્રિકેટને એટલું ફોલો કરતો નહોતો. હું સચિન તેંડુલકર, દ્રવિડ, સૌરવ ગાંગુલીને ઓળખતી હતી. પરંતુ હું ધોની વિશે આટલું જાણતી હતી કે તે એક પહાડી ખેલાડી છે, તેના લાંબા વાળ છે

બંન્નેએ માર્ચ 2008માં ડેટિંગ શરુ કર્યું સાક્ષી એ જ વર્ષે ધોનીની બર્થ ડે પાર્ટીમાં પણ જોવા મળી હતી. જે પાર્ટી મુંબઈમાં હતી. લગ્ન સુધી બંન્નેએ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતા. તે સમયે ધોનીનું નામ અન્ય અભિનેત્રીઓ સાથે જોડવામાં આવતું હતુ. (Photo credit : twitter)