GST લાગુ કરવું હતું મુશ્કેલ, PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું ! હસમુખ અઢિયાએ કર્યો મોટો ખુલાસો, જુઓ-Video
GST લાગુ કરવાના સમયની ચર્ચા ફરી એકવાર સામે આવી છે. ભૂતપૂર્વ સનદી અધિકારી અને કેન્દ્રમાં સેવા આપી ચૂકેલા હસમુખ અઢિયાએ GSTના અમલીકરણ સાથે જોડાયેલી યાદો શેર કરતાં કહ્યું હતું કે ભારતમાં આટલા મોટા કર સુધારાને લાગુ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 17 સપ્ટેમ્બરે પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દરમિયાન GST લાગુ કરવાના સમયની ચર્ચા ફરી એકવાર સામે આવી છે. ભૂતપૂર્વ સનદી અધિકારી અને કેન્દ્રમાં સેવા આપી ચૂકેલા હસમુખ અઢિયાએ GSTના અમલીકરણ સાથે જોડાયેલી યાદો શેર કરતાં કહ્યું હતું કે ભારતમાં આટલા મોટા કર સુધારાને લાગુ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
GST લાગુ કરવાનો નિર્ણય સરળ નહોતો
અઢિયાના જણાવ્યા અનુસાર, GST લાગુ કરવાનો નિર્ણય સરળ નહોતો. તેમણે કહ્યું કે GST એક એવો સુધારો હતો જેને અમલમાં મૂકવો અત્યંત મુશ્કેલ હતો. વિશ્વના કેટલાક દેશોમાં GST લાગુ થયા બાદ સરકારોને રાજકીય નુકસાન થયું હોવાના ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં GST લાગુ કરવાનો નિર્ણય આગળ વધારવામાં આવ્યો.
‘PMની રાજકીય ઇચ્છાશક્તિના કારણે GST થઈ શક્યું’
હસમુખ અઢિયાએ કહ્યું કે GSTને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તેને અંતિમ સ્વરૂપ આપી શકાયું નહોતું. તેમના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિના કારણે ભારતમાં આ સુધારો અમલમાં આવી શક્યો. તે સમયે PM મોદીએ GSTને આર્થિક સુધારા અને ‘વન નેશન, વન ટેક્સ’ તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે રજૂ કર્યો હતો.
અમલીકરણ માટે માંગ્યા હતા 3 મહિના
અઢિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જ્યારે GST લાગુ કરવાની નિર્ણાયક ઘડી આવી ત્યારે તેઓ અને તેમની ટીમ સંપૂર્ણપણે તૈયાર નહોતા. તેમણે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે 1 એપ્રિલથી GST લાગુ કરવું તેમના માટે શક્ય નહીં હોય અને તેમને વધુ 3 મહિનાનો સમય આપવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, મુશ્કેલીથી 3 મહિનાનો સમય મળ્યો અને ત્યારબાદ આખરે 1 જુલાઈ 2017ના રોજ GST દેશભરમાં લાગુ કરવામાં આવ્યો.

