મેં કામ L&T ને નહીં પણ તમને આપ્યું છે ! PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે સંભળાવ્યો મહાત્મા મંદિરના નિર્માણનો અદ્ભુત કિસ્સો, જુઓ Video
પીએમ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે, ગુજરાતના પૂર્વ ઊર્જા અને નાણાં પ્રધાન સૌરભ પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના ઝડપી નિર્માણ સમયના પોતાના યાદગાર અનુભવ શેર કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પૂર્વ ઊર્જા અને નાણાં મંત્રી સૌરભ પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના ઝડપી નિર્માણ સમયના પોતાના યાદગાર અનુભવ શેર કર્યો. તેમણે જણાવ્યું કે મહાત્મા મંદિરનો પ્રોજેક્ટ શક્ય તેટલા ટૂંકા સમયમાં પૂર્ણ કરવાનો હતો અને તેની જવાબદારી તેમને તથા તેમની ટીમને સોંપવામાં આવી હતી.
આ વિશાળ પ્રોજેક્ટના નિર્માણનું કામ એલ એન્ડ ટી (L&T) કંપનીને સોંપવામાં આવ્યું હતું. તે સમયે એલ એન્ડ ટીના ચેરમેન એ. એમ. નાયક હતા. સૌરભ પટેલે યાદ કરતા કહ્યું કે, તેઓ સતત કામના ફોલોઅપ માટે નાયક સાહેબને ફોન કરતા હતા. એક દિવસ નરેન્દ્ર મોદીએ (જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા) સ્વયં નાયક સાહેબ સાથે વાત કરી અને કહ્યું, “મેં આ પ્રોજેક્ટ એલ એન્ડ ટીને નહીં પરંતુ તમને (નાયકજીને) આપ્યો છે અને આ તમારી વ્યક્તિગત જવાબદારી છે.”
કર્મચારીઓ રાત-દિવસ કામ કર્યું
મહાત્મા મંદિરના નિર્માણ સ્થળે અંદાજે 7,000થી 8,0000 જેટલા કર્મચારીઓ અને કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા હતા. ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ અને અન્ય બહુવિધ કામો એકસાથે ચાલી રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે 11 જાન્યુઆરીએ ઉદ્ઘાટન નક્કી હતું. 11 જાન્યુઆરીના ઉદ્ઘાટન માટે એલ એન્ડ ટીના સુબ્રમણ્યમજીએ 8 કે 9 જાન્યુઆરી સુધીમાં કામ સોંપવાની વાત કરી. તે સમયે ટીમ સમક્ષ સાફ-સફાઈ અને સ્ટેજ તૈયાર કરવા માટે સમયનો મોટો પડકાર હતો.
છેલ્લા 5 થી 7 દિવસો અત્યંત દોડધામભર્યા રહ્યા
છેલ્લા 5 થી 7 દિવસો અત્યંત દોડધામભર્યા રહ્યા હતા. પંજાબથી ખાસ ક્રેન ઓપરેટરો બોલાવાયા હતા કારણ કે વિશાળ બીમ્સ ગોઠવવા સામાન્ય બાબત નહોતી. મોદીનો ટીમ પરનો અચળ વિશ્વાસ જ સફળતાની ચાવી બન્યો.
આ પણ વાંચો, Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video

