25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલે સંભળાવી યાદગાર વાત, જુઓ-Video
Memorable tributes marking PM Modis birthday : PM મોદીને 25 વર્ષથી વધુ સમયથી ઓળખતા એક જાણીતા ઉદ્યોગપતિ અજય પરિમલે તેમની સાથેની પહેલી મુલાકાત અને વડાપ્રધાનની યાદશક્તિ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી જૂની યાદો અને અનુભવો ચર્ચામાં આવી રહ્યા છે. PM મોદીને 25 વર્ષથી વધુ સમયથી ઓળખતા એક જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલે તેમની સાથેની પહેલી મુલાકાત અને વડાપ્રધાનની યાદશક્તિ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.
જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યો PM મોદી સાથે જોડાયેલ કિસ્સો
તેમણે જણાવ્યું કે તેઓ PM મોદીને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાંથી ઓળખે છે. તેમની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી હતા. તેમણે કહ્યું કે તે સમય દરમિયાન મોદીને એક એવા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા, જે ભારતને સારી રીતે સમજતા હતા અને દેશના અલગ-અલગ ભાગોમાં પ્રવાસ કરી ચૂક્યા હતા. પહેલી મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું કે PM મોદીએ તેમની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી હતી. સાથે જ તેમણે ભારતના અલગ-અલગ વિસ્તારો અને ત્યાંના લોકો સાથે જોડાયેલી અનેક ઊંડી વાતો અને કિસ્સાઓ પણ શેર કર્યા હતા.
16 વર્ષ બાદ પણ જૂની વાત યાદ રહી
તેમણે PM મોદીની યાદશક્તિ સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે કહ્યું કે પહેલી મુલાકાતના લગભગ 16 વર્ષ બાદ તેમના એક સહકર્મીની PM મોદી સાથે ફરી મુલાકાત થઈ હતી. તે સમયે PM મોદીએ 16 વર્ષ જૂની મુલાકાતમાં થયેલી વાતચીતને યાદ રાખી હતી.
તેમના જણાવ્યા અનુસાર, તે સહકર્મી શીખ સમુદાયના હતા અને 16 વર્ષ પહેલાં તેમને કમરમાં તકલીફ હતી, જેના કારણે તેઓ બેસવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા. વર્ષો બાદ જ્યારે તેમની PM મોદી સાથે ફરી મુલાકાત થઈ ત્યારે વડાપ્રધાને તેમને પૂછ્યું હતું કે, “સરદારજી, હવે તમારી પીઠ બરોબર છે ને?”
આ સાંભળી સરદારજી સહિત ઉદ્યોગપતિ પણ ચોંક્યા
આ સાંભળીને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે PM મોદી આજે મોટી સંખ્યામાં લોકોને મળે છે, તેમ છતાં વર્ષો પહેલાં થયેલી વાતચીત અને વ્યક્તિ સાથે જોડાયેલી નાની વિગતો યાદ રાખવી ખાસ બાબત છે.
તેમણે કહ્યું કે પોતે પણ તે જૂની વાત ભૂલી ગયા હતા, પરંતુ PM મોદીને 16 વર્ષ બાદ પણ તે વાત યાદ રહી હતી. PM મોદીના જન્મદિવસના અવસરે શેર કરવામાં આવેલી આ યાદ તેમના સાથે થયેલી લાંબી મુલાકાતો અને વ્યક્તિગત વિગતો યાદ રાખવાની ક્ષમતા સાથે જોડાયેલી છે.
